Gujarat Vidhansabha Chutani Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાઈ. બન્ને તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે. મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદના જનપ્રતિનિધિને ચૂંટી કાઢ્યાં છે. મતદાન પુરું થતાં વિવિધ એક્ઝિટ પોલ પણ સામે આવ્યાં. જેમાં ભાજપની જીતનો દાવો કરાઈ રહ્યો છે. જોકે, એક્ઝિટ પોલ બાદ હવે ચૂંટણીમાં ઉમેદવારોની હાર-જીતને લઈને સટ્ટાબજાર પણ ગરમ થયું છે. વિવિધ જગ્યાએ સટ્ટોડિયાઓ ભાજપ-કોંગ્રેસ અને આપ એમ પાર્ટી વાઈઝ અને અમુક સ્થળે ઉમેદવાર વાઈઝ પણ સટ્ટા બજારમાં ભાવ-તાલ સતત ઉપર નીચે થયાં કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતની સીટો અંગે શું કહે છે સટ્ટા બજાર?
સટ્ટોડીયાઓના મતે સુરત શહેરની 12 પૈકી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા છે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની 54 પૈક્કી ભાજપના ફાળે 40-42 બેઠકો આવવાની શક્યતા છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક , અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે.  આ ઉપરાંત સટ્ટાબજારમાં ખંભાળિયા બેઠક પર લાગી રહ્યો છે સૌથી વધુ સટ્ટો, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીતનો ભાવ 95 પૈસા છે.


નર્મદામાં ધાર્યા પરિણામની સ્થિતિ નહિંવત:
સટ્ટાબજારમાં વલસાડ જિલ્લાની તમામ 5 બેઠકો અને ડાંગ જિલ્લાની 1 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. નવસારી જિલ્લાની 4 પૈકી 3 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. સટ્ટાબજારના મતે નર્મદા જિલ્લાની બન્ને બેઠક પર ભાજપ માટે જીત મુશ્કેલ છે.


સૌરાષ્ટ્ર અંગે સટ્ટાબજારનું અનુમાન?
સટ્ટાબજારમાં વિસાવદરથી હર્ષદ રીબડીયા, માણાવદરમાં જવાહર ચાવડાની જીત નિશ્ચિત છે. આ ઉપરાંત સટ્ટોડીયાઓના મતે ધોરાજી બેઠક પર લલિત વસોયા , જામજોધપુરથી ચિરાગ કાલરીયાની જીત નિશ્ચિત છે. અમરેલી જિલ્લાની 5 પૈકી 3 બેઠક પર ભાજપ તો 3 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીત માટે હોટ ફેવરીટ છે.


ઉત્તર ગુજરાતની બેઠકોની સ્થિતિ:
સટ્ટાબજારમાં ખેડબ્રહ્મા , મહેસાણા , ઊંઝા , માણસા , ઈડર , મોરબી , રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત નક્કી  છે. સટ્ટોડીયાઓને પાટણ બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર કિરીટ પટેલની જીત નક્કી લાગી રહી છે. વડોદરા શહેરની તમામ બેઠકો પર સટ્ટોડીયાઓ ભાજપની જીત બેઠક માની રહ્યા છે.


અહીં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ કોઈ નથી ચાલતા:
સટ્ટાબજારના મતે મોરબી બેઠકથી ભાજપના કાંતિ અમૃતીયાની જીત નિશ્ચિત , ટંકારા બેઠક પર લલિત કગથરાની મામુલી સરસાઈથી જીત થઈ શકે છે.  સટ્ટાબજાર પોરબંદરની બેઠક પર જીત માટે અર્જૂન મોઢવાડીયા જીત માટે હોટ ફેવરીટ તો કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાની જીત નક્કી છે.


વડોદરાની સ્થિતિઃ
સટ્ટાબજારમાં વડોદરા જિલ્લાની વાઘોડીયા અને પાદરા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારની જીતનો ભાવ લગભગ સરખો છે.


સટ્ટા બજારમાં હાર્દિક અને અલ્પેશનો શું છે ભાવ?
બનાસકાંઠાની વાવ અને થરાદ બેઠક પર કાંટાની ટક્કરની વચ્ચે મોટો સટ્ટો લાગી રહ્યો છે. સટ્ટાબજારમાં હાર્દિક પટેલની જીતનો ભાવ 90 પૈસા તો અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ 80 પૈસા છે. એક તરફ એક્ઝીટ પોલ બાદ સટ્ટાબજારમા પણ ભાજપને ભારે જનમત મળતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસનો હાથ છોડીને પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ જીતશે કે નહીં તેના પર પણ સટ્ટા બજારમાં હાલ મોટો દાવ રમાઈ રહ્યો છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.