અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બીજા તબક્કાના ઉમેદવારો માટે ઉમેદવારી નોંધાવવાનો આવતીકાલ એટલે કે 17 નવેમ્બરે છેલ્લો દિવસ છે. પરંતુ કોંગ્રેસે હજુ સુધી પોતાના 37 ઉમેદવારોના નામ જાહેર કર્યાં નથી. માહિતી મળી રહી છે કે કોંગ્રેસે આ બેઠક પરના ઉમેદવારોને ફોન કરીને જાણકારી આપી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના 37 બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત બાકી
ગુજરાતમાં કુલ 182 વિધાનસભા સીટ પર બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાની 89 સીટો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. પરંતુ બીજા તબક્કા માટે આવતીકાલ, 17 નવેમ્બરે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસ પાર્ટીએ બીજા તબક્કાની 37 સીટો પર હજુ ઉમેદવારોની જાહેરાત કરી નથી. 


આ પણ વાંચોઃ કોણ છે સુરતમાં ભાજપ-કોંગ્રેસ-AAPના કરોડપતિ ઉમેદવારો, ઈટાલિયા પર સૌથી વધુ ફરિયાદ


મેન્ડેટ વગર ઉમેદવારોએ ભર્યાં ફોર્મ
કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવારોની જાહેરાતની સાથે કેટલીક બેઠકો પર વિવાદ પણ જોવા મળ્યો છે. કાર્યકર્તાઓ ઉમેદવારને લઈને વિરોધ નોંધાવી રહ્યાં છે. તો કોંગ્રેસના કેટલાક નેતાઓએ પાર્ટીના મેન્ડેટ વગર ઉમેદવારી નોંધાવી દીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસે 37 બેઠકો પર ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવાની સૂચના આપી દીધી છે. તો લાખાભાઈ ભરવાડ, ખાતુ પગી, પ્રભાતસિંહ ચૌહાણ સહિતના ઘણા નેતાઓએ પાર્ટીના મેન્ડેટ વગર જ ફોર્મ ભરી દીધા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube