Somnath Gujarat Chutani Result 2022: સોમનાથ બેઠક પર કોંગ્રેસના વિમલ ચુડાસમાએ ભાજપના માનસિંહ પરમારને માત્ર 922 મતથી હરાવ્યા. 2013માં જૂનાગઢ જિલ્લાનું વિભાજન કરીને ગીર-સોમનાથ જિલ્લો બનાવવામાં આવ્યો હતો. આ જિલ્લામાં સોમનાથ, તલાલા, કોડિનારની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક અને ઉના બેઠકનો સમાવેશ થાય છે. ખાસ કરીને સોમનાથ વિધાનસભા બેઠક પર સૌની નજર હોય છે. સોમનાથ બેઠક પર 2.37 લાખથી વધુ મતદાતાઓ છે. અહીં કોળી, મુસ્લિમ, ખારવા, કારડીયા, આહીર સમાજના મતદાતાઓની સંખ્યા વધુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમનાથ વિધાનસભા બેઠકઃ-
સોમનાથ વિધાનસભા મતવિસ્તાર (સોમનાથ વિધાનસભા 90) ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે અને તે જૂનાગઢ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ કુલ 322492 વસ્તીમાંથી 42.39 ટકા ગ્રામીણ અને 57.61 ટકા શહેરી વસ્તી છે. અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે 8.31 અને 1.8 છે. 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 275 મતદાન મથકો છે.


2022ની ચૂંટણીઃ-
પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    માનસિંહ પરમાર    
કોંગ્રેસ     વિમલ ચૂડાસમા
આપ    જગમાલ વાળા


2017ની ચૂંટણીઃ-
2017ની ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લાની તમામ ચાર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જિત્યા હતા જેમાં સોમનાથ-વેરાવળ બેઠક પર પણ વિમલ ચૂડાસમાનો જાદૂ ચાલ્યો હતો. 


2012ની ચૂંટણી:-
કોંગ્રેસના જસાભાઈ બારડ આ વિસ્તારના સિનિયર નેતા છે અને ભૂતકાળમાં આ વિસ્તારનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. 2012ની ચૂંટણીમાં પણ જસાભાઈ બારડે બાજી મારી હતી.