Gujarat Tourism : ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળે છે. ત્યારે ગુજરાતના સૌથી વધુફેમસ એવા દીવના બીચ પર પહેલી જૂનથી 31મી ઓગસ્ટ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો છે. તહેવારોને કારણે દીવના બીચ પર લાગેલો પ્રતિબંધ હટાવી લેવાયો છે. ત્યારે બીચની સાથે દીવના હોટલ વ્યવસાયને પણ ફરીથી વેગ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


માત્ર સોનું જ નહિ, ચાંદીના ભાવમાં પણ કડાકો, જન્માષ્ટમીએ ચાંદી ખરીદવા નીકળ્યા લોકો


 


  • હવે ફરી માણી શકાશે દીવના બીચની મજા

  • સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના બીચો પ્રવાસીઓ માટે ફરી ખુલ્લા મુકાયા

  • લાંબા સમયથી બીચ પર જવા માટે હતો પ્રતિબંધ

  • તહેવારો સમયે બીચો બંધ હોવાના કારણે દીવ હતું ખાલીખમ

  • હોટેલ સંચાલકો અને ધંધાર્થીઓમાં ખુશીનો માહોલ


પ્રતિબંધ હવે હટી ગયો છે 
સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના બીચ હવે આજથી ખુલ્લા મૂકાયા છે. લાંબા સમયથી સહેલાણીઓને બીચ પર જવા પ્રતિબંધ હતો. ગઈકાલે સાંજે 6 કલાકે પ્રતિબંધ હટાવી લેવાયો છે. તહેવારો સમયે બીચો બંધ હોવાના કારણે દીવ ખાલીખમ બન્યું હતું. ત્યારે હવે બીચ ઓપન કરવાનું નોટિફિકેશન આવતા હોટેલ સંચાલકો અને ધંધાર્થીઓમાં ખુશી જોવા મળી છે. દીવનો પ્રવાસન ઉદ્યોગ ફરીથી ધમધમતો થઈ જશે.  


ગુજરાતને મોટી ભેટ : ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા સરકારનો મોટો નિર્ણય