માત્ર સોનું જ નહિ, ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલાયો, જન્માષ્ટમીએ ચાંદી ખરીદવા નીકળી પડ્યા ગુજરાતીઓ
Silver Price Today: સોનાના ભાવ સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થતા લોકો ચાંદીના દાગીનાની ખરીદી કરી રહ્યાં છે, ખાસ કરીને જન્માષ્ટમી હોઈ સુરતીઓ ચાંદીના પારણામાં લાલાને ઝુલાવવાની તૈયારી કરી રહ્યાં છે
Trending Photos
Gold Price Today ચેતન પટેલ/સુરત : જન્માષ્ટમીને લઈને સમગ્ર દેશની દુનિયામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતી લાલાઓ કોઈપણ વાર તહેવાર હોય તેની રંગે ચંગે ઉજવણી કરતા હોય છે. ખાસ કરીને ભગવાન કૃષ્ણના જે પારણા પર બિરાજમાન કરે છે અને તેનું જે સુશોભન છે તેમાં અવનવું લાવતા હોય છે. ત્યારે આ વર્ષે ચાંદીના ભાવમાં ઘટાડો થતાં જ જે લોકો છે તેઓ ચાંદીની પણ ખરીદી રહ્યા છે. આ ચાંદીના પારણા 50 ગ્રામથી લઈને પાંચ કિલો સુધીના માર્કેટમાં જોવા મળી રહ્યા છે અને સૌથી મહત્વની વાત છે કે આ પારણા ઉપર રાજસ્થાની હસ્તકલા પણ જોવા મળી રહી છે. જેની કિંમત ₹5,000 થી લઈને ₹500,000 સુધીની છે.
ભગવાન કૃષ્ણનો જન્મ દિન એટલે જન્માષ્ટમી. આ પર્વને નાના બાળકોથી લઈને વૃદ્ધો તમામે તમામ લોકો રંગે ચંગે ઉજવણી કરતા હોય છે કેટલાક લોકો પોતાના ઘરમાં કાન્હાને બિરાજમાન કરાવતા હોય છે. આ કાન્હાને અલગ અલગ થીમ ઉપરના પારણા ઉપર બેસાડવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે લોકો ચાંદીના ભાણાની ખરીદીમાં વધારે રસ દાખવી રહ્યા છે. કારણ કે આ વખતે ચાંદીના ભાવમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે પણ આ પારણાની ખરીદી કરી રહ્યા છે.
આ વખતે માર્કેટમાં 50 ગ્રામથી લઈને પાંચ કિલો સુધીના પારણા જોવા મળી રહ્યા છે. જેની કિંમત આશરે ₹5,000 થી લઈને પાંચ લાખ સુધી આપવામાં આવી રહી છે. કેટલાક ગ્રાહકો તો પોતાની ડિઝાઇન અનુરૂપ પારણાના ઓર્ડર આપી રહ્યા છે. ખાસ કરીને આ વખતે આ પાણાની વિશેષતા એ છે કે તે રાજસ્થાનના લોકો દ્વારા ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. હસ્તકલા રૂપે આ ડિઝાઇન બનાવવામાં આવી છે. પહેલા લાકડાની ઉપર તેને શેપ આપવામાં આવતો હોય છે અને ત્યારબાદ તેના ઉપર ચાંદીનો વરખ ચડાવવામાં આવતું હોય છે. આ કારીગરી ફક્ત રાજસ્થાનના લોકો જ કરી શકે છે. હાલમાં જે રીતે ભાવમાં ઘટાડો થયો છે જેને ધ્યાનમાં લઇ કેટલા ગ્રાહકો દ્વારા તો એડવાન્સ ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે, પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે લોકો ચાંદીના પારણાની ખરીદી સૌથી વધુ કરી રહ્યા છે તેવું જ્વેલર્સ દિપક ચોક્સીએ જણાવ્યું.
જન્માષ્ટમી પહેલા ફરી સોના-ચાંદી સસ્તા થયા
ભારતીય બુલિયન માર્કેટમાં આજે (23 ઓગસ્ટ, 2024) સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, સોનાની કિંમત 71 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી પણ વધુ છે. તે જ સમયે, ચાંદીની કિંમત 84 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71325 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધ ચાંદીની કિંમત 84072 રૂપિયા પ્રતિ કિલો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગુરુવારે (22 ઓગસ્ટ) સાંજે, 24 કેરેટ સોનાનો દર 10 ગ્રામ દીઠ રૂ. 71599 હતો, જે આજે 23 ઓગસ્ટ, 2024ની સવારે ઘટીને રૂ. 71325 પર આવી ગયો છે. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે