ambalal patel fake news viral : હવામાન વિભાગની આગાહી માટે ગુજરાતમાં પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને કોણ નથી જાણતું! અંબાલાલ હવામાનની સચોટ આગાહી માટે પ્રખ્યાત છે. ત્યારે હાલ અંબાલાલ પટેલની તબિયત લથડી હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. અંબાલાલ પટેલના ચહેરા પર વેન્ટીલેટરની તસવીર વાયરલ થઈ છે. ત્યારે સોશિયલ મીડિયામાં અંબાલાલ પટેલની તબિયત સારી ન હોવાનો ફોટો વાયરલ, ફેક ન્યૂઝ અંગે ખુદ અંબલાલે ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં જે સમાચાર ચાલી રહ્યા છે તે ખોટા, મારી તબિયત સારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની તબિયત સારી ન હોવાના ફોટો સાથે સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થઈ રહ્યાં છે. જેના કારણે અંબાલાલ પટેલના ચાહકોમાં ચિંતા વ્યાપી હતી. આગાહીકાર માટે લોકો ચિંતાતુર બન્યા છે. ત્યારે આ સમાચાર ફેક ન્યૂઝ બની રહ્યાં. આ સમાચાર ખોટા હોવાનું અંબલાલ પટેલે પોતે જ જણાવ્યું છે. 


વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે, બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ


અંબાલાલ પટેલની તબીયત લથડી? 
અંબાલાલ પટેલની તબિયત લથડી હોવાના સમાચાર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેથી અંબાલાલ પટેલે એક વીડિયો વાયરલ કરી જણાવ્યું કે, આજે તારીખ 05 સપ્ટેમ્બર 2024ના રોજ મારા તબિયત અંગેના એક સમાચાર સાથે ફોટો હોસ્પિટલમાં દાખલ હોવાનો વાયરલ થઈ રહ્યો છે. તેમાં કોઈ તથ્ય નથી.જો કે, તે સમાચાર ખોટા હોવાનું અંબાલાલ પટેલે પોતે જ જણાવ્યું છે.



અંબાલાલની તબિયત અંગે અફવાઓનું વાવાઝોડું ફરતું થયું. જોકે, કોરોના સમયની તસવીર વાયરલ થઈ છે. અંબાલાલ પટેલ અંગે સોશિયલ મીડિયામાં અફવાઓ મજબૂત બનતા અંબાલાલ પટેલને ખુલાસો કરવો પડ્યો. અંબાલાલ ICU માં હોવાની સોશિયલ મીડિયામાં અફવા અંબાલાલ પટેલે કહ્યું કે, તેઓ એકદમ સ્વસ્થ અને સુરક્ષિત છે. 


પ્રલય આવશે પ્રલય! આ આગાહી માત્ર ગુજરાત માટે જ નથી, આ રાજ્યોના હાલ પણ બુરા થશે


કોરોના સમયની તસવીર વાયરલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જે તસવીર વાયરલ થઈ છે તે કોરોના મહામારી સમયની છે. તેઓ હવામાનની આગાહી અંગે સમાચાર આપી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. ઈન્ટરવ્યૂ દરમિયાન તેમને ચક્કર આવતા તે પડી ગયા હતા. જે બાદ ત્યાં હાજર લોકો તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. આ એ જ સમયની તસવીર છે, જે હાલ વાયરલ થઈ છે. 


સચોટ આગાહી માટે પ્રખ્યાત છે અંબાલાલ પટેલ 
ભર ઉનાળે કમોસમી વરસાદ પડશે. આ વર્ષે ખુબ જ સારો વરસાદ થવાનો છે. કમોસમી વરસાદ સાથે અતિ ભારે વાવાઝોડું ત્રાટકશે, હવામાનને લઈને વિવિધ આગાહી કરનાર અંબાલાલ પટેલના નામને લગભગ સૌ કોઈ લોકો જાણે છે. તેમજ તેમને કરેલી મોટા ભાગની આગાહી સાચી પણ પડતી હોય છે .ગુજરાતમાં હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા અંબાલા પટેલની આગાહીને લોકો સચોટ ગણે છે. લોકો તેમની આગાહી પર વિશ્વાસ કરે છે.


આવી બનશે ગુજરાતનું! હવે જો 2 ટકા વરસાદ વધારે પડશે તો ચાર વર્ષનો રેકોર્ડ તૂટશે