આવી બનશે ગુજરાતનું! હવે જો 2 ટકા વરસાદ વધારે પડશે તો ચાર વર્ષનો રેકોર્ડ તૂટશે

Gujarat Monsoon Update : 24 કલાકમાં રાજ્યના 207 તાલુકામાં વરસ્યો વરસાદ... ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૮૩ ટકાથી વધુ વરસાદ નોંધાયો

આવી બનશે ગુજરાતનું! હવે જો 2 ટકા વરસાદ વધારે પડશે તો ચાર વર્ષનો રેકોર્ડ તૂટશે

Heavy Rainfall Alert : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં મેઘમહેર થઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે જોર ઘટ્યું છે. સાથે જ, હાલ કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ વરસાદે વિરામ લીધું છે. જ્યારે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સાબરકાંઠાના પ્રાંતિજ અને ગાંધીનગરના માણસા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

રાજ્યના તમામ ઝોનમાં 100 ટકાથી ઉપર વરસાદ

  • ઉત્તર ગુજરાત ગુજરાતમા 104 ટકા વરસાદ
  • મધ્ય ગુજરાતમાં પણ 116 ટકા વરસાદને પાર
  • કચ્છમાં સરેરાશ 183 ટકા વરસાદ
  • સૌરાષ્ટ્રમાં 128 ટકા વરસાદ
  • દક્ષિણ ગુજરાતમાં 122 ટકા વરસાદ
  • સરેરાશ રાજ્યમાં 120.80 ટકા વરસાદ.
  • રાજ્યમાં હજુ 2 ટકા વરસાદ પડશે, તો છેલ્લાં 4 વર્ષનો રેકોર્ડ તૂટશે

ગત ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૨ ઇંચથી વધુ અને મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં એક ઈંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 6, 2024

 

તાલુકાની વાત કરીએ તો, બનાસકાંઠાના પાલનપુર અને ડિસા, પાટણના રાધનપુર, સાબરકાંઠાના હિંમતનગર, મહેસાણા તેમજ આણંદ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, રાજ્યની આશરે ૧૪ તાલુકામાં ૨ ઇંચથી વધુ, ૪૬ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૧૩૭ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ ૨૦૭ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદ ખાબક્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦ ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૮૩ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૮ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૨ ટકા નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૬ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં ૧૦૪  ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 6, 2024

 

ગુજરાતમાં વરસાદની ઘટ પૂર્ણ થઈ
હવામાન વિભાગના આંકડા અનુસાર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘમહેર થઈ છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 207 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આખરે ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ પૂર્ણ થઈ છે. છેલ્લા બે દિવસની જમાવટમાં વરસાદની ઘટ પૂર્ણ થઈ છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 104 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં 116 ટકા વરસાદ નોંધાયો. તો સૌરાષ્ટ્રમાં 128 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 122 ટકા વરસાદ નોંધાયો. સૌથી વધુ કચ્છ ઝોનમાં સીઝનનો 183 ટકા વરસાદ વરસ્યો. જોકે રાજ્યમાં હજુ પણ કેટલાક તાલુકા એવા છે, જ્યાં ઓછો વરસાદ નોઁધાયો છે, રાજ્યમાં 18 તાલુકા એવા છે જ્યાં 75 ટકાથી ઓછો વરસાદ પડ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news