આઠ વર્ષ પહેલાં શૂન્યથી શરૂઆત કરનારા ખોડાભાઈ આજે લાખોમાં રમે છે
Organic Farming : આઠ વર્ષ પહેલાં ગાય આધારિત ખેતીમાં સાવ શૂન્યથી શરૂઆત કરનારા ખોડાભાઈ આજે સુરેન્દ્રનગરમાં ખેતીનો તમામ ખર્ચ બાદ કરતા આજે લાખોની આવક રળે છે
Aatmanirbhar Farmer : આજકાલ ભણેલા ગણેલા લોકો પણ ખેતીનું મહત્વ પારખી ગયા છે. તેથી તેઓ નોકરી છોડીને હવે ખેતી કરી રહ્યાં છે. સ્ટ્રેસવાળી નોકરી કરવા કરતા ખેતી કરવુ સારુ તેવુ સમજી ગયેલા યુવાનો હવે ખેતી પર હાથ અજમાવી રહ્યાં છે. આવા જ એક છએ 69 વર્ષીય ખોડાભાઈ સભાણી. સુરેન્દ્રનગરના સાયલાના વખતપર ગામના ખોડભાઈએ સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો. આજે તેઓ લાખોની કમાણી કરી રહ્યાં છે. જ્યા લોકો સરકારી નોકરી મેળવવા માટે તલપાપડ હોય છે ત્યાં સરકારી નોંકરીને તિલાંજલી કેમ આપી તેનો જવાબ તેમના મોઢેથી સાંભળીએ.
વર્ષ 2014 ના વર્ષમાં ખોડાભાઈ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એમ બબ્બે ડિગ્રી ધરાવે છે. વર્ષ 1976થી 2014 સુધીનાં 38 વર્ષ સુધી તેમણે સરકારી નોકરી કરી. આટલા વર્ષો જેઓ અમદાવાદ શહેરમાં રહ્યા. તેઓ ગુજરાત સરકારના જીઆઈડીસીમાં નાયબ કાર્યપાલક ઇજનેર અને પછી વીઆરએસ (સ્વૈચ્છિક નિવૃત્તિ) લઈને આફ્રિકાના નાઇજિરીયામાં બે વર્ષ કાર્યરત્ રહ્યા. છેલ્લે ગુજરાતમાં એક નામાંકિત કંપનીમાં જોડાઈને ડેપ્યુટી જનરલ મૅનેજર (ડીજીએમ)ના પદ સુધી પહોંચ્યા. પરંતુ તેમનુ મન ક્યાક બીજે જ ભટકતુ હતું. તેથી તેઓએ પશુપાલનનો રસ્તો પસંદ કર્યો. આજે તેઓ પશુપાલન અને ખેતી કરીને આત્મઆનંદ અનુભવે છે.
બાપ છે કે રાક્ષસ : સગાઈ કરેલી દીકરી ભાગી ન જાય તે માટે સાંકળથી બાંધી
પોતાના આ નિર્ણય વિશે તેઓ કહે છે કે, વર્ષ 2014માં મને થયું કે હવે જિંદગીનાં બાકીનાં વર્ષો ગાયોની સેવા જ કરવી છે. મારે હવે બાપદાદાની ખેતીની જમીનને માત્ર કુદરતી ખેતીના સહારે હરીભરી કરવી છે. આમ, તેઓએ પશુપાલનનો માર્ગ પસંદ કર્યો. આજે તેઓ આ વ્યવસાય થકી લાખોની કમાણી કરે છે. સાથે જ તેમને આ કામ કરવાનો આત્મસંતોષ પણ થાય છે.
ખેતી માટે ખોડાભાઈએ કુદરતી માર્ગ અપનાવ્યો છે. તેઓ ઓર્ગનિક રીતે ખેતી કરે છે. આ રીતે આઠ વર્ષ પહેલાં ગાય આધારિત ખેતીમાં સાવ શૂન્યથી શરૂઆત કરનારા ખોડાભાઈ આજે ખર્ચ બાદ કરતા વાર્ષિક આઠેક લાખ રૂપિયાની ચોખ્ખી આવક મેળવે છે. આ માટે ખોડાભાઈને તેમના પતની ગૌરીબેનનો પૂરતો સાથ મળે છે.
કર્ણાટકની કારમી હારથી ડર્યું ભાજપ, ગુજરાતમાં કર્ણાટકવાળી ન થાય તે માટે નવી રણનીતિ બન
નવુ વિકસાવતા ગયા
આજે કુદરતી ખેતી અને ગોપાલનની પ્રવૃત્તિ થકી વર્ષે 18 લાખ રૂપિયાનું ટર્નઓવર મેળવે છે. પહેલા વર્ષે તેમની પાસે માત્ર 7 ગાય હતી, ધીરે ધીરે કરીને આજે તેઓ 55 ગાય પર પહોંચી ગયા છે. એટલુ જ નહિ, માત્ર દૂધ વેચવાને બદલે તેઓએ તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાનુ શરૂ કર્યું. આજે તેઓ ગાયના દૂધને બદલે તેમાંથી છાશ અને ઘી બનાવીને વેચાણ પણ કરે છે. ગાયના ઘી થકી વર્ષે 12 લાખ રૂપિયા કમાય છે. તેઓ રોજ ત્રણ કિલો વલોણાનું ઘી જાતે બનાવે છે. જેને 1,800 રૂપિયે લિટરના ભાવે માર્કેટમાં વેચે છે. તેમના હાખે બનાવાયેલું ઘી અમદાવાદ, મુંબઈ, દિલ્હી, રાજસ્થાન જેવાં અનેક સ્થળોએ વેચાય છે. ઘીની સાથે સાથે તેઓ માખણ, છાશ, ગોમૂત્ર અર્ક વગેરે બનાવીને પણ વેચે છે.
અન્ય બિઝનેસની વાત કરીએ તો તેઓએ ગોમૂત્રમાંથી બનેલાં નસ્ય ડ્રોપ, આંખ-કાનનાં ટીપાં અને ઘરની સફાઈ માટેનું ગોનાઇલ વેચવાનું પણ શરૂ કર્યું. ખેતીની સાથે તેઓ સજીવ ખેતીનો પણ પ્રચાર કરે છે. આ માટે સેન્દ્રીય ખાતર જાતે બનાવે છે અને માર્કેટમાં વેચે છે. વર્ષે 8.75 લાખ જેટલી કમાણી તેઓ સેન્દ્રીય ખાતરની બેગોના વેચાણથી કરે છે.
રાજકોટ ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને સબક શીખવાડ્યો, દંડ ભરો અથવા નવું હેલ્મેટ ખરીદો
આ ઉપરાંત તેમની ખેતીની આવક તો અલગ છે. તેઓ કપાસ, મગફળી કરે છે. મગફળીની ખેતી કરીને તેઓ સિંગતેલ જાતે બનાવે છે અને તે સગા-સંબંધીઓને આપે છે. આ ઉપરાંત તેમની વાડીમાં બિલિપત્ર, ઉમરો, સાગ, સીસમ, લીમડા, વાંસ, નીલગીરી, કણજી, ગુલમહોર, વડ, શરુ, અશ્વગંધા, તકમરીયા (ફાલુદા), અર્જુન, અરીઠા, બદામ, આંબા, ચંદન, લીંબુ, આંબળા, સીતાફળ, દાડમ, જામફળ, મોસંબી, સંતરા, જાંબુ, રાયણ, ચીકુ તેમ જ જુદી જુદી શાકભાજીનું વાવેતર કરાયેલું છે.
આમ, આ ગુજરાતી ખેડૂતના વખાણ કરો એટલા ઓછા છે. કહેવાય છે ને કે ધંધો ગુજરાતીના લોહીમાં ફરે છે. પરંતુ આ ખેડૂતે ખેતીને પોતાનો એવો ધંધો બનાવ્યો છે કે, ચારેતરફથી કમાણી જ કમાણી છે.
ગુજરાતના આ ધામમાં પ્રસાદમાં ચીક્કી કે મોહનથાળ નહિ, પરંતુ મીઠાનો મળે છે પ્રસાદ