ગુજરાતના આ ધામમાં પ્રસાદમાં ચીક્કી કે મોહનથાળ નહિ, પરંતુ મીઠાનો મળે છે પ્રસાદ

National Salt Satyagraha Memorial : મહાત્મા ગાંધીજીએ જ્યા મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો એ દાંડીમાં બનેલા નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલમાં પ્રસાદ તરીકે મીઠું આપવામાં આવે છે 

ગુજરાતના આ ધામમાં પ્રસાદમાં ચીક્કી કે મોહનથાળ નહિ, પરંતુ મીઠાનો મળે છે પ્રસાદ

Gujarat Temples : તમે અત્યાર સુધીમાં પ્રસાદ સ્વરૂપે શ્રીફળ સહિત મીઠાઇની અનેક વાનગીઓ સ્વીકારી હશે. દરેક ભગવાનને તેમની ઈચ્છા મુજબ ભોગ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ ચઢાવાય છે. તેમાં પણ ગુજરાતમાં અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિરની પ્રસાદની પોતાની પરંપરા છે. પરંતુ ગુજરાતમાં એક જગ્યા એવી છે, જ્યાં પ્રસાદ સ્વરૂપે મીઠું આપવામાં આવે છે. અને આ જગ્યા ગુજરાતમાં જ આવેલી છે. અહીં પ્રસાદી સ્વરૂપે મીઠું આપવામાં આવે છે. આ જગ્યા નવસારી જિલ્લાના દાંડીમાં આવેલી છે. ગાંધીજીએ અહીં મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. જેથી અહીં સોલ્ટ મેમોરિયલ તૈયાર કરાયું છે. આ કારણે અહીં આવનારા લોકોને પ્રસાદમાં મીઠું અપાય છે.  

આ વાત ઓછા લોકોને ખબર હશે. આ જગ્યા નવસારીના દાંડી ખાતે આવેલી છે. જ્યાં ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. જેના ભાગરૂપે સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો અને 81 જેટલા સત્યાગ્રહીઓ દાંડી પહોંચ્યા હતા. મીઠાના કાયદાના ભંગ બાદ ગાંધીજીએ અહીં કહ્યું હતું કે, આ દાંડી યાત્રા નહીં પરંતુ ધર્મયાત્રા છે. એટલા માટે આ ઐતિહાસિક જગ્યાની યાદગીરી રૂપે કેન્દ્ર સરકારે સોલ્ટ મેમોરિયલ તૈયાર કર્યું છે. જેની મુલાકાત લેવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. 

અહીં આવનારા લોકોને પ્રસાદી સ્વરૂપે મીઠું આપવામાં આવે છે. આખી દુનિયામાં કદાચ આ એક જ સ્થળ એવું હશે, જ્યાં પ્રસાદીમાં મીઠું અપાય છે. તમને જણાવી દઇએ કે, ગાંધીજીએ અહીં મીઠાના અગરોમાં ચપટી મીઠું ઉપાડી નમક કા કાનૂન તોડ દીયાની ઘોષણા કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news