ગુજરાતના ખેડૂતો પર વધી રહ્યું છે દેવું, સરકારની વાતો માત્ર ગુલબાંગો સાબિત
Congress MLA Vimal Chudasama : હુમલાના કેસમાં ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દોષિત જાહેર..... માળિયા હાટીના કોર્ટે 6 માસની સજા સંભળાવી....
Gujarat Farmers Debt : ગુજરાતમાં સરકાર ખેડૂતો માટે મસમોટી વાતો કરી રહી છે. પંજાબના ખેડૂતો કરતાં પણ આવક બમણી થઈ હોવાના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ છે કે, ગુજરાતના ખેડૂતો દેવાદાર બનતા જાય છે. ખેડૂતોની આવક બમણી થશે તેવી વાતો ગુલબાંગો સાબિત થઈ છે અને બેંકોમાં ખેડૂતો લોન લેવા મજબૂર બન્યા છે. લોકસભામાં કૃષિ વિભાગે રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર, લાખો ખેડૂતો બેંકના દેવા તળે દબાઇ રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોએ વર્ષ ૨૦૨૧-૨૨માં રૂપિયા ૯૬,૯૬૩ કરોડની લોન લીધી છે. ગુજરાતમાં 90 લાખ હેક્ટરમાં ખેતી થાય છે પણ વિષમ આબોહવાને પગલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો સમસ્યા ભોગવી રહ્યાં છે.
ગુજરાતમાં ખેડૂતોની આવક વધી હોવાના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ છે બાગાયતી ખેતીમાં ખેડૂતોની આવક વધી છે પણ રૂટિન ખેતીમાં ખેડૂતોને ઝટકો લાગી રહ્યો છે. ખેડૂતોના પાક ઉત્પાદનના ભાવ વધ્યા નથી સામે ખેતીખર્ચ વધી રહ્યો છે. ખાતર, જંતુનાશક દવા, બિયારણ, ડીઝલ, ખેત મજૂરીના ભાવ બમણાં થતા ખેડૂતો લોન લેવા મજબૂર બન્યા છે. હવે ખેડૂતો માટે ખેતી કરવી ય મોંઘી પડી રહી છે.
આ પણ વાંચો :
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને 6 માસની સજા, મારામારી કેસમાં કોર્ટે સજા સંભળાવી
નહિ જોયો હોય આવો ભુવો! ગોળો લેવા જતાં ગોફણ ગુમાવી, રૂપિયા તો ન આપ્યા વધારાના લઈ ગયો
ગુજરાતમાં ખેડૂતોની આવકમાં વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક કૃષિલક્ષી યોજનાઓ ઘડી છે. આમ છતાંય હજુ ખેડૂતોની આર્થિક સ્થિતીમાં સુધારો થયો નથી. સરકાર ભલે એમ કહે કે ખેડૂતોની આવકમાં વધારો થયો છે પણ એ ભૂલી જાય છે કે ખેતી કર્ચ પણ કૂદકે ને ભૂસકે વધ્યો છે. નેશનલ સેમ્પલ સર્વ મુજબ, ગુજરાતમાં પ્રત્યેક ખેડૂતની માસિક આવક રૂ.૨૧,૧૪૬ થઇ છે. ગુજરાતમાં ૫૩.૧૯ લાખ નોંધાયેલા ખેડૂતો છે. ખેતી ખર્ચ સામે બજારમાંથી ખેડૂતોને પાકના ભાવ મળી રહ્યાં નથી.
કેન્દ્રીય કૃષિ વિભાગના મતે, ગુજરાતમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ખેડૂતોએ ખેતી માટે રૂા.૩૩,૨૨૮ કરોડ ધિરાણ મેળવ્યુ હતું જયારે વર્ષ ૨૦૨૧- ૨૨માં ૩૮,૯૭,૮૦૩ ખેડૂતોએ રૂા. ૯૬,૯૬૩ કરોડની લોન લીધી છે. એમ કહી શકાય કે, ખેડૂતોનું બેંકોમાં દેવું વધતું જાય છે. સરકાર ખેડૂતોની આવક વધારવાના દાવાઓ કરી રહી છે પણ ખરેખર દાવાઓ ખોટા સાબિત થઈ રહ્યાં છે કારણ કે ખેડૂતો દેવાદાર બની રહ્યાં છે.
આ પણ વાંચો :
ક્રિકેટ ગ્રાઉન્ડ પર યુવકને આવ્યુ મોત, પાટીદાર યુવકના મોતથી શેખપુરમાં ગમગીની છવાઈ
સુરેન્દ્રનગરમાં કાર અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત, ગાડી તોડીને લાશ બહાર કઢાઈ