ગુજરાતમાં પહેલા ફેઝમાં 89 બેઠકો પર મતદાન, 2017માં કોને કેટલી બેઠક મળી હતી, જુઓ રસપ્રદ આંકડા...
Gujarat Election Date 2022: ઘણા સમયથી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની રાજકીય પક્ષો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેનો ગુરુવારે બપોરે 12 કલાકે અંત આવ્યો. ચૂંટણી પંચે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી.
Gujarat Election Date 2022: ચૂંટણી પંચે આખરે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે.
ઘણા સમયથી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની રાજકીય પક્ષો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેનો ગુરુવારે બપોરે 12 કલાકે અંત આવ્યો. ચૂંટણી પંચે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી. ગુજરાતમાં 2017ની જેમ આ વખતે પણ બે તબક્કામાં મતદાન યોજાશે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ગુજરાતમાં ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ જામી ગયો છે ત્યારે તેની વચ્ચે તમારે એ જાણવું જોઈએ કે પહેલા તબક્કામાં કઈ બેઠકો પર મતદાન થવાનું છે અને 2017માં આ બેઠકો પર કયા પક્ષે કેટલી બેઠકો જીતી હતી.
પહેલા તબક્કામાં ક્યાં મતદાન યોજાશે તેના પર નજર કરીએ તો...
- કચ્છની 6 બેઠક
- સુરેન્દ્રનગરની 5 બેઠક
- મોરબીની 3 બેઠક
- રાજકોટની 8 બેઠક
- જામનગરની 5 બેઠક
- દ્વારકાની 2 બેઠક
- પોરબંદરની 2 બેઠક
- જૂનાગઢની 5 બેઠક
- ગીર સોમનાથની 4 બેઠક
- અમરેલીની 5 બેઠક
- ભાવનગરની 7 બેઠક
- બોટાદની 2 બેઠક
- નર્મદાની 2 બેઠક
- ભરૂચની 5 બેઠક
- સુરતની 16 બેઠક
- તાપીની 2 બેઠક
- ડાંગની 1 બેઠક
- નવસારીની 4 બેઠક
- વલસાડની 5 બેઠક પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube