ગુજરાત સ્થાપના દિન: દેશનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન જે અડધું મહારાષ્ટ્ર અને અડધું ગુજરાતમાં આવેલું છે
સમગ્ર ગુજરાતમાં ગુજરાત સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતની ઐતિહાસિક ઝાંખી લિયે તો ગુજરાત અને મહારાષ્ટ્ર 1 મેના રોજ બંને રાજ્યોના ભાગલા પડ્યા હતા. જ્યારે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં પ્રથમ અને માત્ર એક એવી જગ્યા જે મહારાષ્ટ્રમાં નવાપુર રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ પર જ ગુજરાત અને મહારાષ્ટ્રની હદ જોવા મળી રહી છે.
વિનાયક જાદવ/તાપી: સમગ્ર ગુજરાતમાં ગુજરાત સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતની ઐતિહાસિક ઝાંખી લિયે તો ગુજરાત અને મહારાષ્ટ્ર 1 મેના રોજ બંને રાજ્યોના ભાગલા પડ્યા હતા. જ્યારે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં પ્રથમ અને માત્ર એક એવી જગ્યા જે મહારાષ્ટ્રમાં નવાપુર રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ પર જ ગુજરાત અને મહારાષ્ટ્રની હદ જોવા મળી રહી છે.
જ્યારે નવાપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નજર નાખતા બોર્ડરની સીમા નજર પડી રહી હોય બે રાજ્યોના નવાપુર મહારાષ્ટ્ર અને ઉચ્છલ ગુજરાતમાં છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે મુસાફરો રેલવેમાંથી ઉતરતા મહારાષ્ટ્રમાંથી ગુજરાત તરફ નવાપુર અને ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ જતા ઉચ્છલની હદમાં ઉતરતા નજરે પડે છે.
રાજ્યભરના સાધુ સંતો- મહંતોએ જળ સંચય માટે કરી અપીલ, જાણો કોણે શું કહ્યું?
જ્યારે નવાપુર રેલ્વે સ્ટેશન મહારાષ્ટ્રની હદમાં હોવા છતાં પ્લેટફોર્મ પર નજર નાખવામાં આવે તો અડધું પ્લેટફોર્મ મહારાષ્ટ્રમાં અને અડધું પ્લેટફોર્મ ગુજરાતમાં આવેલું હોય પ્લેટફોર્મની વચ્ચે સીમા રેખા દર્શાવી બોર્ડર નક્કી કરવામાં આવી છે.
નવાપુર સ્ટેશનની ટીકીટ બારી જે મહારાષ્ટ્રની હદમાં અને ટીકીટ લેવા માટે ઉભા રહેતા પેસેન્જરો ગુજરાતની હદ માંથી ટીકીટ મેળવતા હોવાનું પણ જણાઈ આવ્યું છે. જ્યારે મહારાષ્ટ્રની હદમાં નવાપુર અને ગુજરાતની હદમાં ઉચ્છલ તાલુકાઓનો સમાવેશ થયો છે. જ્યારે રેલ્વે અધિકારીઓના જણાવ્યા મુજબ જેઓ પણ દેશમાં પ્રથમ સ્ટેશન હોવાનું જણાવી રહ્યા છે. જે નવાપુર અને ઉચ્છલ વચ્ચે મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ નક્કી કરે છે.
10 વર્ષના ટેણિયાએ એવું કર્યું કે બધાની બોલતી બંધ થઇ ગઇ, મળ્યો આ એવોર્ડ
જ્યારે તેઓને પણ અને લોકોને પણ અચંબો પમાડે તેવી ઘટના નજરે પડી રહી છે. ઘણી વખત તો અધિકારીઓ કે પેસેન્જરો હદ વટાવતાં મોબાઈલ નેટવર્ક ને લઈને રોમિંગનો પ્રશ્ન પણ ઉદ્ભવતો નજરે પડે છે.બંને રાજ્યોની હદ પ્લેટફોર્મ ઉપરથી ઓળખાતી હોય ઘણી સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડે છે.
સમગ્ર દેશમાં નવાઈ પમાડે તેવું પ્રથમ ઐતિહાસિક રેલ્વે સ્ટેશન મહારાષ્ટ્રના નવાપુર અને ગુજરાતનું ઉચ્છલની હદની સીમા નવાપુર સ્ટેશનના પ્લેટફોર્મ પર હજુ પણ નજરે પડી રહી છે. ત્યારે ૧૯૬૦માં ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગલાતો પડ્યા પરંતુ ત્યારબાદ હદ નક્કી કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. જ્યારે નવાપુર રેલ્વે સ્ટેશન ખરેખર ગુજરાતમાં હોવા ઉપરાંત મહારાષ્ટ્રના આગેવાનોએ નવાપુરને મહારાષ્ટ્રમાં સમાવેશ કરવાની માંગણી કરાતા હાલમાં નવાપુર સ્ટેશનની પૂર્વ બાજુ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બાજુ ગુજરાતનું ઉચ્છલ તાલુકા આવેલો છે.
ખરેખર નજર નાખતા ગુજરાતના સુરતથી મહારાષ્ટ્રમાં મુસાફરો ઉચ્છલ સ્ટેશન પર ઉતરે છે. જ્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત તરફ જતા પેસેન્જરો નવાપુર મહારાષ્ટ્રના પ્લેટફોર્મ ઉપર ઉતરતા હોય ખરેખર ઉચ્છલને પણ ગુજરાત સરકારે સ્ટેશન જાહેર કરવું જોઈએ.