Government Jobs : થ્રી ઈડિયેટ તો તમે જોઈ છે. જેમાં આમિરખાન જે સલાહો આફતો હવે સાચી પડવા લાગી છે. રાજ્યમાં એન્જિયરોની એવી માઠી દશા બેઠી છે કે હવે તેઓ સ્કૂલોમાં બાળકોને ભણાવશે. સરકારે વિદ્યાસહાયકોની નિમણુંકોમાં નવા નિયમો સાથે ઠરાવ પસાર કર્યો છે. ટેટ-2 ની પરીક્ષામાં વધુ લાયકાતનો ઉમેરો કરાયો છે. ગાંધીનગર ટેટ-2 ની પરીક્ષામાં વધુ લાયકાતનો ઉમેરો કરીને બી.ફાર્મ, એમ.ફાર્મ અને એમએસસી તથા એમબીબીએસનો લાયકાતમાં સમાવેશ કરાયો છે. થોડા દિવસ પહેલા જ શિક્ષણ વિભાગે એન્જિનિયરીંગ ડિગ્રીઓનો પણ સમાવેશ કર્યો હતો. ત્યારે હવે ફાર્મા પાસ ઉમેદવારો હવે ધોરણ 6થી 8માં શિક્ષક બની શકે છે. એનસીટીઈના નિયમોને ધ્યાનમાં રાખીને સરકારે નવી લાયકાતો ઉમેરી છે. જેમાં નવા ઠરાવ સાથે ટેટ-2 ફોર્મ ભરવા માટે ફરી મુદત પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાસહાયકો બનવા માટે ઈજનેરો માટે પણ ઉજળો ચાન્સ
તમને વાંચીને નવાઈ લાગશે, પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષક માટેની ટેટ-૧ અને ટેટ-૨ની તારીખ જાહેર કરતાંની સાથે જ હવે ટેટ-૨ના ફોર્મ ભરવા માટે ઉમેદવારોને વધુ ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. ધોરણ ૬થી ૮ના શિક્ષકોની શૈક્ષણિક લાયકાતમાં અન્ય કોર્ષનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેને પગલે વિદ્યાસહાયકો બનવા માટે અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પણ ઉજળો ચાન્સ છે. જેનો શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરાતાં ટેટ-૨ના ફોર્મ ભરવાની મુદત ૨૯મી સુધી લંબાવવામાં આવી છે.  


MLA V/s MP : દેશમાં પ્રથમ વખત સાંસદ અન ધારાસભ્ય વચ્ચે ઓપન ડિબેટ થશે


ટેટ-2 માટે નવા ઉમેદવારો વધશે
ગણિત અને વિજ્ઞાનના શિક્ષક માટે બી.ઈ. અને બી.ટેક.ની લાયકાત ઉમેરાઈ હતી. આ સિવાય સામાજિક વિજ્ઞાનમાં બીબીએ, બીસીએ તેમજ બીએમાં ભારતીય સંસ્કૃતિ અને હોમ સાયન્સ વિષયનો ઉમેરો કરવામાં આવ્યો હતો. હવે નવી લાયકાત ઉમેરાતા જે-તે વિષયના ઉમેદવારો પણ ટેટ-૨ની પરીક્ષા આપી શકે તેના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વધુ ૧૦ દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે. સરકારે હવે ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે બીઈ, બીટેક, બીબીએ, બીસીએ અને હોમ સાયન્સની ડિગ્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેને પગલે ટેટ-2 માટે નવા ઉમેદવારો વધશે. એન્જિનિયરીંગ ડિગ્રી બાદ હવે મેડિકલ વિભાગના વિદ્યાર્થીઓ TET-2 ની પરીક્ષા આપી શકશે. શિક્ષણ વિભાગે આ અંગેનો નવો પરિપત્ર જાહેર કર્યો છે. 


આ 5 કારણોથી મીના કુમારી બન્યા હતા ટ્રેજેડી ક્વીન, હીરો પણ તેમની સાથે ફિલ્મ કરવા ડરતા


તમને જણાવી દઈએ કે, ધો.6થી8ના શિક્ષકો માટે ટેટ-2 લેવામાં આવે છે. ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે બીઈ, બીટેક, બીબીએ, બીસીએ અને હોમ સાયન્સની ડિગ્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઉમેદવારોમાં વધારો થશે. ધોરણ 1થી 5માં શિક્ષક બનવા માચે ધોરણ 12 પાસ અને પીટીસી અથવા 4 વર્ષની બીઈ કે 2 વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશનનો કોર્ષ કરેલો હોવો જોઈએ. જેમાં ધોરણ 12ના 20 ટકા, ગ્રેજ્યુએશનના 5 ટકા પીટીસીના 25 ટકા અમે ટેટ-1 પરીક્ષાના 50 ટકા ગુણ ગણાશે. આમ હવે શિક્ષકો બનવા માટે કોમ્પિટિશન ટફ બની જશે.