આ 5 કારણોથી મીના કુમારી બન્યા હતા ટ્રેજેડી ક્વીન, હીરો પણ તેમની સાથે ફિલ્મ કરવા ડરતા
Meena Kumari Death Anniversary : પેદા થતા જ પિતાએ અનાથ આશ્રમ છોડી, પતિએ પણ કરી મારપીટ અને છેલ્લે ડેટોલની બોટલમાં દારૂ ભરીને પીતી હતી આ ટ્રેજેડી ક્વિન
Trending Photos
Meena Kumari Love Life : બોલિવુડની ટ્રેજેડી ક્વિન મીના કુમારીના અવસાનને 51 વર્ષ થયા. હીરો પણ તેમની સાથે ફિલ્મ કરવાથી ડરતા હતા કે, કદાચ તેઓ મીના કુમારી સાથે ફિલ્મમાં આવવાથી સાઇડલાઇન થઈ જશે. તે સમયમાં મીના કુમારી પથારી પર ગુલાબના ફૂલ પાથરીને સૂતા હતા. મધુબાલા જેવી અદાકારા પણ તેમની ફેન હતી. છતાં પણ 38 વર્ષ સુધીની જીવન સફર ખૂબ જ દર્દનાક રહી. નાનપણમાં પિતા તેમને અનાથ આશ્રમ મૂકીને આવ્યા, તેના પતિની ઘરેલું હિંસાથી મીના કુમારીને દારૂની લત લાગી. મીના કુમારીના દર્દનો અંદાજો એ પરથી જ આવી જાય કે, મીના કુમારીએ ક્યારેય પણ રડવાના અભિનય વખતે ગ્લીસરીનનો ઉપયોગ નથી કર્યો. તેની આંખમાંથી નીકળતા દરેક આસું હંમેશા રિયલ રહ્યાં છે. આજે એની ટ્રેજેડી લાઇફ વિશે જણાવીશું...
મીના કુમારી અભ્યાસ કરવા માગતા હતા. પરંતુ ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી 4 વર્ષની ઉંમરમાં ફિલ્મના સેટ પર જવા લાગ્યા હતા. ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે 1939માં પહેલીવાર 25 રૂપિયા ફી મળી અને ઘરની જવાબદારી ઉપાડતા થયા હતા.
એક વખત ફિલ્મ શૂટિંગ વખતે ડિરેક્ટરે મીના કુમારી સાથે ગંદી હરકત કરી હતી. ત્યારે મીના કુમારી જોરશોરથી ચીસો પાડવા લાગ્યા હતા અને સેટ પર હોબાળો થયો હતો. ત્યારબાદ ડિરેક્ટરે બદલો લેવા માટે સ્ક્રિપ્ટમાં ગોટાળો કર્યો અને મીના કુમારીને થપ્પડ મારવાનો સિીન ક્રિએટ કર્યો. બાદમાં જે થયું એ દર્દનાક હતું. શોટ રિટેક રિટેક કરીને મીના કુમારીને 31 થપ્પડ મરાવી અને બદલો લીધો, તે ડિરેક્ટર હતા અનવર હુસૈન...
મીના કુમારીના લગ્ન 14 ફેબ્રુઆરી 1952 ના રોજ થયા હતા. પરંતુ શંકાની નજરથી જોતા કમાલ અમરોહીએ તેમની સાથે અનેકવાર મારપીટ કરી હતી. આખરે કંટાળીને મીના કુમારી તેમની બહેન સાથે રહેવા ચાલી ગયા હતા. તે સમયે મીના કુમારી ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. તે સમયે ઉંઘ ન આવવાની બિમારી લાગી હતી. ત્યારે ડોક્ટરે તેને દરરોડ એક ઢાંકણ બ્રાન્ડી પીવાની સલાહ આપી હતી અને એ બ્રાન્ડી ક્યારે ગ્લાસમાં તબદીલ થઇ તેનો ખ્યાલ જ ન રહ્યો. સતત દારૂ પીવાના કારણે મીના કુમારી બિમાર રહેવા લાગ્યા હતા અને લિવર સિરોસિસનો શિકાર બન્યા હતા.
છેલ્લા સમયે ફરી એકવાર પતિ સાથે રહેવાનું થયું ત્યારે તેમણે વચન આપ્યું હતું કે, તે ક્યારેય દારૂ નહીં પીવે. પરંતુ બાથરૂમમાં રહેલી ડેટોલની બોટલ એક સમયે તેનો પતિ જોઇ ગયા હતા અને ખબર પડી કે, મીના કુમારી ચોરી છુપીથી દારૂ પીવે છે. આખરે 28 માર્ચે મીના કુમારીની તબિયત વધુ બગડી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ થયાના 3 દિવસ બાદ 31 માર્ચ 1972 ના રોજ મીના કુમારીએ અંતિમ શ્વાસ લીધા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે