Rishikesh Patel Statement Latest News : ગુજરાતમાં ઈધર કુઆ ઉધર ખાઈ જેવી સ્થિતિ છે. એક બાજુ રખડતા કૂતરાઓનો આતંક તો યથાવત જ છે. પરંતું હિંસક જંગલી પ્રાણી દીપડા પણ રખડતા કૂતરાની જેમ ફરી રહ્યાં છે. ગુજરાત રાજ્યમાં દીપડાઓની સંખ્યા પહોંચી 2 હજારને પાર પહોંચી ગઈ છે. વર્ષ 2019માં દીપડાની સંખ્યા 1600 હતી, જે વધીને વર્ષ 2023 માં કુલ 2 હજાર 274 એ પહોંચી ગયો છે. હાલ સ્થિતિ એવી છે કે, બે જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં દીપડા પહોંચ્યા છે. હવે તો શહેરી વિસ્તારોમાં દીપડા ઘૂસી આવ્યા છે. ત્યારે શહેરી વિસ્તારોમાં આવી ચડતાં દીપડાઓને રોકવા સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું કે, દીપડાનું શહેરી વિસ્તારમાં આવવું ચિંતાજનક છે. તેથી સર્ચ કમિટીનો રીપોર્ટ આવ્યા બાદ કાયદો અમલમાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં આવી ચઢતા દીપડાને રોકવા સરકારે બનાવ્યો 
મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, હિંસક પ્રાણીઓ માટે જંગલમાં મોકલવા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દીપડા સહિતના વન્યપ્રાણીઓ શહેરો સુધી આવી રહ્યા છે જેને લઈ રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. હિંસક પ્રાણીઓ માટે જંગલમાં મોકલવા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. 


વાઈબ્રન્ટ ગુજરાત પહેલા GIDC ની વણવપરાશી જમીન વિશે દાદાની સરકારની મોટી જાહેરાત


ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ છે. અગાઉ રાજકોટ સહિતના દીપડાના આંટાફેરાને લઈ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. એક અંદાજ મુજબ રાજકોટમાં બે-ચાર નહિ, પરંતું 10 થી વધુ દીપડા આંટાફેરા મારી રહ્યાં છે. 


રાજ્યમા દિપડાની સંખ્યામા ધરખમ વધારો
લેટેસ્ટ આંકડા મુજબ રાજ્યમા દીપડાની સંખ્યા 2274 એ પહોંચી ગઈ છે. આણંદ સહિત બે જિલ્લાને બાદ કરતા ગુજરાતના તમામ જિલ્લામાં દીપડાનું અસ્તિત્વ જોવા મળ્યું છે. વર્ષ 2019 માં ગુજરાતમાં માત્ર 1600 દિપડા હતા. પરંતુ હવે તો જંગલ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ દિપડા દેખાઈ રહ્યાં છે. આ વિશે PCCF /CWW એન શ્રીવાસ્તવાએ જણાવ્યું કે, ઘણીવાર છોકરા ઉઠાવી જવાની, રાતે હુમલા થવાની ઘટનાઓ થઈ રહી છે. અમે પણ હુમલા ઓછા થાય એના માટે ચિંતિત છીએ. જ્યા ફરીયાદ આવે ત્યા દિપડા પકડી જંગલ વિસ્તારમાં છોડીએ છીએ. પરંતું માનવ ભક્ષી દિપડોને રેસ્ક્યુ સેન્ટર પર રાખીએ છીએ. દર બે જિલ્લામાં એક રેસ્ક્યુ સેન્ટર છે. દરેક સેન્ટર પર અંદાજે 10 દિપડા હશે. દિપડાઓ પકડવા માટે ક્વિક રિસપોન્સ ટીમ બનાવી રહ્યા છીએ. ટ્રંક્વિલાઈઝર ગન વધારે ખરીદવા જઈ રહ્યા છીએ. દરેક તાલુકામા દિપડા પકડવા પાંજરા રખાશે. 


આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં સો ટકા વરસાદ આવશે, હવામાન વિભાગની કાતિલ આગાહી