આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં સો ટકા વરસાદ આવશે, હવામાન વિભાગની કાતિલ આગાહી

Weather Update Today : આવતી કાલથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે આપી માવઠાની આગાહી,,, ખેડૂતો અને APMCને સોમ-મંગળ-બુધવાર સુધી ખેત પેદાશોને ઢાંકીને રાખવાની અપાઈ સૂચના

આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં સો ટકા વરસાદ આવશે, હવામાન વિભાગની કાતિલ આગાહી

Gujarat Weather Forecast : આખા ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું છે. લગભગ અડધા ભાગનું ગુજરાત ઠંડીથી થરથર કાંપી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં સતત ઠંડીનું જોર વધી રહ્યું છે. તો કચ્છનું નલિયા 9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. 10 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. શિયાળાની કાતિલ ઠંડીએ કચ્છ અને બનાસકાંઠાને ધ્રુજાવ્યું છે. આવામાં આગામી 24 કલાકમા વરસાદની આગાહી આવી ગઈ છે. એક તરફ ઠંડી, અને બીજી તરફ કમોસમી માવઠું ગુજરાત પર કહેર બનીને તૂટી પડશે. આ આગાહીથી ખેડૂતો પર સંકટના વાદળો મંડરાયા છે. 

આગામી 24 કલાકમાં આવશે વરસાદ  
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે માહિતી આપી કે, આગામી બે દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર નહી થાય. ઉત્તર-પૂર્વીય પવનોના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી ચાર દિવસ બાદ વરસાદની શક્યતા છે. ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી છે. 8-9-10 જાન્યુઆરીએ વરસાદ આવી શકે છે. અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદના વાદળો બંધાયા છે. જેને કારણે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર નહી થાય. ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદ 14.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડશે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. 

ખેડૂતોને અપીલ 
આગામી ૮ અને ૯ જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેત પેદાશો અને અનાજના જથ્થાને સાચવવા માટે ડિઝાસ્ટર મામલતદારે તાકીદ કરી છે. ગાંધીનગરના જિલ્લા માહિતી કચેરી દ્વારા જણાવાયું કે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૮ અને ૯ જાન્યુઆરીએ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ વિષયને ધ્યાને લઈને ગાંધીનગરના ડિઝાસ્ટર મામલતદારશ્રી આર. એન. પરમાર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં ખુલ્લામાં રહેલ ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ વરસાદના કારણે નુકશાની ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમજ તે અંગે તકેદારીના પગલાં લેવા માટે સંબધિત વિભાગના અધિકારીઓને સૂચના અપાઈ છે. વધુમાં સ્થાનિક કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે. 

કયુ શહેર કેટલું ઠંડું 
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. રાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી છે. હવે આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. 7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે. 8,9,10 જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સમગ્ર રાજ્યમાં ઠંડીનુ પ્રમાણ વધી ગયું છે. સુસવાટા મારતા ઠંડા પવનો લોકો માટે મુશ્કેલીરૂપ બન્યા છે. 10 ડિગ્રી સાથે દિવ સૌથી ઠંડુગાર, નલિયા 10.3, ડિસા 10.4 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. રાજકોટ 11.2, ગાંધીનગર 11.5, ભૂજ 11.8, સુરેન્દ્રનગર 12.5 તાપમાન પહોંચ્યું છે. તો અમદાવાદ અને અમરેલી 13 ડિગ્રી તેમજ વડોદરામાં 13.4 ડિગ્રી તાપમાન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news