OBC અનામત મુદ્દે મોટી હલચલ થઈ, અટકી પડેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માર્ગ મોકળો થશે
OBC News : ગુજરાત સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ આજે કરી શકે જાહેર...ઓબીસી અનામતના સંદર્ભમાં થઈ શકે મોટી જાહેરાત...દોઢ વર્ષથી લટકી રહેલી પાલિકા પંચાયતની ચૂંટણીઓ નવરાત્રિ બાદ યોજવાનો રસ્તો ખુલ્લો થશે
Importance of OBC Community in Gujarat : OBC અનામતને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઝવેરી કમિશનનો અહેવાલ કેબિનેટમાં રજૂ કરાયો. કેબિનેટમાં ઝવેરી કમિશનના અહેવાલ પર ચર્ચા કરાઈ હતી. આજે સરકારની પત્રકાર પરિષદમાં તેની જાહેરાત થઈ શકે છે. જોકે, આ રિપોર્ટથી અટકી પડેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માર્ગ મોકળો થશે. રિપોર્ટની જાહેરાત બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા તેજ થશે. છેલ્લા દોઢ વર્ષથી લટકી રહેલી પાલિકા પંચાયતની ચૂંટણીઓ નવરાત્રિ બાદ યોજવાનો રસ્તો ખુલ્લો થશે. અત્રે જણાવવાનું કે ૭૧૦૦ ગ્રામ પંચાયત ,૭૫ નગર પાલિકા, બે જિલ્લા પંચાયત અને ૧૮ તાલુકા પંચાયતની ચૂંટણી ન થતાં અહીં વહીવટદારનું શાસન છે. ઝવેરી કમિશને 90 દિવસમાં રીપોર્ટ આપવાનો હતો, પણ ૯ મહિને રીપોર્ટ આપ્યો. આ અંગે બે વાર મુદત પણ વધારવામાં આવી.
શું છે ઝવેરી પંચ?
- OBC અનામત નક્કી કરવા જુલાઈ 2022માં આયોગની રચના કરી..
- 90 દિવસમાં સરકારે રિપોર્ટ સોંપવા માટે કહ્યું..
- 9 મહિને ઝવેરી કમિશને રિપોર્ટ આપ્યો...
- કલ્પેશ ઝવેરીના વડપણ હેઠળ સરકારને રિપોર્ટ સોંપાયો..
- રિપોર્ટના આધારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાશે..
- સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે વસ્તી રિઝર્વેશન પર અભ્યાસ બાદ રિપોર્ટ બનાવ્યો..
- બે વખત પંચની મુદતમાં વધારો કરવામાં આવ્યો...
વસ્તીના ધોરણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામા OBC અનામત મુદ્દે જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણોને કેબિનેટમાં રજૂ કરાઇ છે. રાજ્યમા પાલિકા- પંચાયતોમાં સરેરાશ ૨૭ ટકા બેઠકો OBC માટે અનામત રાખવા ટૂંક જ સમયમા સરકાર જાહેરાત કરશે. જેથી છેલ્લા દોઢ વર્ષથી લટકી રહેલી પાલિકા પંચાયતની ચૂંટણીઓ નવરાત્રી બાદ યોજવાનો રસ્તો ખુલ્લો થશે. જો કે, સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ મુજબ સંપૂર્ણત: વસ્તીના ધોરણે OBC સમુહને રાજકીય પ્રતિનિધિત્વ મળે તેવી શક્યતા નથી. હાલમાં 7100 ગ્રામ પંચાયત, બે જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયતની ચૂંટણી ન થતાં વહીવટદારનું શાસન છે. મહત્વનું છે કે, છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી અનેક પંચાયતમાં OBC બેઠક ખાલી છે. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતની માંગણી કરી હતી.
ધવલસિંહ ઝાલાની ભાજપમાં રિ-એન્ટ્રી : પાટીલે કહ્યું, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડી રહેજો
જુલાઈ ૨૦૨૨ માં ઝવેરી કમીશનની રચના થઇ હતી. સુપ્રીમ કોર્ટે સ્થાનિક સ્વરાજમાં વસ્તીના આધારે અનામત આપવા માટે પંચની રચના કરવા રાજ્યોને આદેશ આપ્યો હતો. ગુજરાતમાં પંચની રચના થઇ ન હતી, ઓબીસી અનામત જાહેર થયા વિના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની હતી. અમિત ચાવડા અને અન્ય ઓબીસી નેતાઓએ વિરોધ કરતાં ચુટંણીઓ મુલત્વી કરી હતી. સરકારે કલ્પેશ ઝવેરીની અધ્યક્ષતાવાળા ઝવેરી પંચની રચના કરી હતી. અનેક વાર પંચની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. પંચને રજુઆત કરવા માટે સમિતિ જગ્યાઓ નક્કી કરાઇ હતી. અમિત ચાવડા અને અન્ય ઓબીસી નેતાઓએ પત્ર લખી રજુઆત ઝોન અને જિલ્લા સ્તરે કરવા માટે માંગ કરતાં રજૂઆત માટેની જગ્યાઓ વધારવામાં આવી હતી. ત્યારે હવે ઝવેરી પંચનો રીપોર્ટ તૈયાર થયા બાદ તે સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. કે, એસ ઝવેરીના વડપણ હેઠળ સમર્પિત આયોગની રચના કરાઇ હતી.
અરવલ્લીમાં ભાજપે ખેલ પાડ્યો : 40 વર્ષથી જોડાયેલા કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કર્યા
અરેરાટી થઈ જાય તેવા CCTV : અમદાવાદમા ગાયનો મહિલા પર હુમલો, 9 ગાય હુમલો કરવા દોડી આવી
ગુજરાતના રાજકારણમાં OBC સમુદાયનું મહત્વ હંમેશાથી ખાસ રહ્યું છે. જો ગુજરાતમાં જ્ઞાતિની વસ્તીની વાત કરીએ તો OBC 52 ટકા, ક્ષત્રિય અને અન્ય ઉચ્ચ વર્ગ-14 ટકા, પાટીદાર-16 ટકા, દલિત-7 ટકા, આદિવાસી-11 ટકા, મુસ્લિમ-9 ટકા છે. તેથી જ સમજી લો કે આ 52 ટકા વસ્તીના મત ગુજરાતમાં ચૂંટણી લડનારા કોઈ પણ પક્ષ માટે બહુ જ મહત્વના છે.
OBC ને રીઝવવાનો પ્રયાસ કેમ
હાલ દરેક પક્ષ માટે આ 52 ટકા વસ્તી જ કેમ મહત્વની ગણાય છે તે જાણીએ. ઓબીસીમાં 146 જ્ઞાતિઓનો સમાવેશ થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી સમાજને 10 ટકાના સ્થાને 27 ટકા અનામત આપવા ભાજપ કોંગ્રેસની આયોગ સામે માંગ કરી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ બંને પાર્ટીના કુલ 62 ઓબીસી ધારાસભ્યોએ જીત મેળવી હતી.
રાજકીય વર્તુળોમાં શંકર ચૌધરીની ચર્ચા, E-વિધાન પ્રોજેક્ટને સફળ બનાવી બીજું શું લાવશે?