Electricity Bill : આપણે મોબાઈલ ડેટા અને પ્લાન રિચાર્જ કરીને તેનો ઉપયોગ કરીએ છીએ. જેટલો વપરાશ છે તેટલુ રિચાર્જ કરાવો. ત્યારે ગુજરાતમાં વીજળી વપરાશ માટે પણ આવો જ પ્લાન લાવવાની તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ટૂંક સમયમાં જ વીજળીનું બિલ પ્રીપેઈડ થઈ જશે. જેટલા રૂપિયા ચૂકવશો તેટલી વીજળી વાપરી શકશો. 20482 કરોડના ગુજરાતના પ્રોજેક્ટને રાજ્યની કેબિનેટે મંજૂરી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ પ્લાન
ગુજરાત સરકાર ડિસેમ્બર, 2023 થી સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર સિસ્ટમ અમલમાં લાવવાનું પ્લાનિંગ કરી રહી છે. જેમા બિલપેટે જેટલા રૂપિયા ચૂકવશો તેટલી જ વીજળી વાપરી શકશો. વીજ બિલ મોબાઈલ રિચાર્જથી કરી શકાશે. 


કિરણ પટેલ કરતાં પણ મોટા ઠગની ધરપકડ, SBI ને 350 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો


આ માટે ગુજરાત સરકારની કેબિનેટ અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. પ્રથમ તબક્કામાં સ્માર્ટ મીટરિંગ માટે 10602 કરોડ ફાળવ્યા છે. તો સાથે જ ડિસ્ટ્રીબ્યુશન સુધારવા માટે 6021 કરોડ ફાળવ્યા છે. 


સરકાર નવા મીટર વસાવવા માટે એ પણ પ્લાનિંગ કરી રહી છે કે, ગ્રાહકો પર નાણાંકીય બોજ ન આવે. આ માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે કે, સ્માર્ટ મીટરની રકમ ગ્રાહકો કેટલી ભોગવશે અને સરકાર કેટલી ભોગવશે. સરકારે વિવિધ વીજ કંપનીઓને આ માટે કુલ 10443 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જે આ મુજબ છે.


બેંકમાં રૂપિયા ભરવા જાવ તો સાવધાન રહેજો, સુરતમાં એક રત્ન કલાકાર બુરી રીતે ભોગ બન્યા


DGVCL - 2447 કરોડ
MGVCL - 1980 કરોડ
PGVCL - 3350 કરોડ
UGVCL - 2666 કરોડ
વીજખાઘ ઘટાડવા માટેની કામગીરી માટે - 11134 કરોડ


આ સાથે જ સરકાર વીજખાધ ધટાડવા માટે પણ પ્રયાસો કરી રહી છે. વીજચોરી, ડિસ્ટ્રીબ્યુશન વગેરે મામલે રાષ્ટ્રીય સ્તરે 12 થી 15 ટકા વીજખાધ આવે છે. આ માટે સરકાર સ્કીમ લાવી રહી છે. 


વૈશાખમાં માવઠું : અમદાવાદમાં મોડી રાતથી વીજળીના કડાકા-ભડાકાં સાથે વરસાદ