આખા ગુજરાતમાં મોડી રાતથી વરસાદ તૂટી પડ્યો, જાણો કયા શહેરોમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
Gujarat Weather Update : અમદાવાદમાં અચાનાક વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભર અસહ્ય ગરમી બાદ રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો. વેજલપુર, જીવરાજપાર્ક, શ્યામલ, વાસણા સહિતના વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો.
Trending Photos
Gujarat Weather Forecast : ગુજરાતભરના વાતાવરણમાં શુક્રવારથી અચાનક પલટો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 50 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં સવા ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તો મહેસાણાના જોટાણામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. બીજીત રફ, અમદાવાદમાં અચાનાક વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભર અસહ્ય ગરમી બાદ રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો. વેજલપુર, જીવરાજપાર્ક, શ્યામલ, વાસણા સહિતના વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગે આગામી 5 દિવસ પણ ભારે વરસાદની આગાહી કરી છે.. વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સને કારણે વરસાદી માહોલ જોવા મળ્યો.
અમદાવાદમાં વરસાદ તૂટી પડ્યો
ગુજરાતમાં હજુ પણ 4 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે શુક્રવારે રાજ્યના 7 જિલ્લામાં માવઠું પડ્યું. અમદાવાદ, પાટણ, મહેસાણા, કચ્છ, રાજકોટ સહિતના જિલ્લામાં વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ફરી એકવાક ખેડૂતોની કમર ભાંગી જશે. તો બીજી તરફ, અમદાવાદમાં મોડી રાતથી જ કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આજે સવારથી જ પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર, જીવરાજપાર્ક, શ્યામલ તેમજ વાસણા સહિતના વિસ્તારમાં વરસાદ નોઁધાયો.
પાટણના ઘઉંના પાકને નુકસાન
હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાટણમાં કમોસમી વરસાદ આફત રૂપે વરસતા ખેડૂતો અને વેપારીઓને મોટાપાયે નુકસાન થયું છે. પાટણના હારીજમાં કમોસમી વરસાદના કારણે યાર્ડમાં પડેલો પાક પલળતા ખેડૂતો અને વેપારીઓને મોટાપાયે નુકસાન થયું છે. યાર્ડમાં પડેલે ઘઉં, જીરૂં, ચણા સહિતનો પાક પલળી ગયો છે. જેના કારણે ખેડૂતો અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
હજી ચાર દિવસ આગાહી
હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરાઈ છે. હજુ પણ 4 દિવસ કમોસમી વરસાદની આગાહી ગુજરાત માટે છે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે. 1 મેએ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠું પડશે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે