Petrol-Diesel: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના કારણે સામાન્ય માણસ પર મોંઘવારીનું દબાણ વધી રહ્યું છે, પરંતુ ગુજરાત સરકારને પેટ્રોલ અને ડીઝલમાંથી કરોડો રૂપિયાની કમાણી થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવ મેરેજ કે અરેન્જ મેરેજ? જીવન આખુ આદ્યાત્મિકતાથી ભરેલું, પત્નીએ આ રીતે કહ્યુ અલવિદા


ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNG પરના સેસમાંથી વેટ દ્વારા 38,730 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સોમવારે વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી હતી. રાજ્ય સરકારને 1 જાન્યુઆરી, 2021થી 31 ડિસેમ્બર 2022ના સમયગાળા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વળતર તરીકે 21,672.90 કરોડ રૂપિયાની સામે કેન્દ્ર પાસેથી 4,219 કરોડ રૂપિયા મળ્યા હતા.


અંબાલાલ પટેલની મોટી આગાહી:આ તારીખો નોંધવી હોય તો નોંધી લેજો,આ જિલ્લાઓમાં હવે ધબધબાટી


વિધાનસભામાં તારાંકિત પ્રશ્નના જવાબમાં, ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પેટ્રોલ પરના વેટ અને સેસમાંથી  11,870 કરોડ, ડીઝલ પર 26,383 કરોડ, PNG પર 128 કરોડ અને CNG પર 376 કરોડની કમાણી કરી છે. રાજ્ય સરકારે પેટ્રોલ પર 13.7 ટકા વેટ અને 4 ટકા સેસ, ડીઝલ પર 14.9 ટકા વેટ અને 4 ટકા સેસ, પીએનજી (કોમર્શિયલ) પર 15 ટકા વેટ, પીએનજી (ડોમેસ્ટિક) પર 5 ટકા વેટ લાદ્યો હતો. તેમણે કહ્યું કે સીએનજી (હોલસેલર) પર 15 ટકા વેટ અને સીએનજી (રિટેલર) પર 5 ટકા વેટ છે.


ખાલીસ્તાની દ્વારા ધમકી મામલે મોટા ખુલાસા, સામે આવ્યું MP કનેક્શન, 186 સિમકાર્ડ જપ્ત


કનુ દેસાઈએ ગૃહને વધુમાં જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, જ્યારે ઘરેલું ઉપભોક્તા માટે વાહન ઈંધણ તરીકે વપરાતા પીએનજી અને સીએનજી પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 10 ટકા અને 5 ટકા કરવામાં આવ્યો છે.


ગુજરાતના પશુપાલકો માટે આનંદો! આ વર્ષે સરકાર શરૂ કરશે આ સુવિધા, શું તમને ખબર છે?


એક અલગ પ્રશ્નના જવાબમાં કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યને 1 જાન્યુઆરી, 2021 થી 31 ડિસેમ્બર, 2022 સુધીના સમયગાળા માટે કેન્દ્ર પાસેથી જીએસટીના ભાગ તરીકે 21,672.90 કરોડ રૂપિયા મળશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારને GSTમાંથી તેનો ભાગ 4,219 કરોડ મળ્યો છે અને બાકીની રકમ માટે તેને રૂ. 15,036.85 કરોડની લોન મળી છે, જે કેન્દ્ર દ્વારા સેસ ફંડમાંથી ચૂકવવામાં આવશે.