Government Job હિતલ પારેખ/ગાંધીનગર : સારું કામ કરો તો પ્રમોશન અને ખરાબ કામ કરો તો ડિમોશન એવો પ્રોફેશનલ સેક્ટરનો ફંડા હોય છે. ખાનગી કંપનીઓમાં આ નિયમ લાગુ થાય છે. પરંતુ સરકારી બાબુઓને જલ્સા હોય છે. સરકારી બાબુઓને ક્યારેય ડાઉનગ્રેડ કરાતા નથી. પરંતુ ગુજરાત સરકારે નવો ચીલો ચાતર્યો છે. આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીઓને ડાઉનગ્રેડ કરાયા છે. 11 જગ્યાઓ વર્ગ-1 માંથી ડાઉનગ્રેડ કરી વર્ગ-2 મા ટ્રાન્સફર કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ ગ્રામ વિકાસ ખાતા દ્વારા 17 જનજાતિ વિકાસ ઘટકો ઉભા કરીને વહીવટી માળખું નિય કરાયેલ છે. આ ઘટકો જે તાલુકા પંચાયતમાં આવેલા હોય તે તાલુકામાં વિકાસ અધિકારી, વર્ગ-2ના બદલે ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1 કક્ષાની આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી વર્ગ-1ની જગ્યાઓ વંચાણે લીધા 1 અને 2 ના ઠરાવથી ઉભી કરાઈ હતી. ત્યાર બાદ વિભાગના વખતો વખતના ઠરાવોથી આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીની જગ્યાઓ ઉભી/રદ કરાતા હાલમાં 13 તાલુકાઓમાં 13 આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીઓની જગ્યા અસ્તિત્વમાં છે. આ જગ્યાઓ વહીવટ હિતમાં તાલિકા વિકાસ અધિકારી વર્ગ-2 માં ડાઉનગ્રેડ કરવાની બાબત સરકારમાં વિચારણા અંતર્ગત હતી. 


આ પણ વાંચો : 


શરમ કરો! ભાજપના ધારાસભ્ય અને એક સમયના મંત્રી ભરાયા, સગીરાને પણ ના છોડી


કબૂતરબાજી કાંડમાં ભલામણો કરવી કમલમના નેતાને ભારે પડી, દિલ્હી સુધી મામલો પહોંચ્યો


ખોડલધામ મંદિરનો સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ : અનાર પટેલને પ્રથમ મહિલા ટ્રસ્ટી બનાવાયા


આથી પુખ્ત વિચારણાને અંતે આ વિભાગ હસ્તકની ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 સંવર્ગથી આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી (પે-મેટ્રીક્સ લેવલ-10, રૂપિયા 56,100 - 177500) ની સાથે સામેલ પરિશિષ્ટ-1 માં દર્શાવેલ કુલ 11 જગ્યાઓને તાલુકા વિકાસ અધિકારી, વર્ગ-2 સંવર્ગ (પે મેટ્રીક્સ લેવલ-8, રૂપિયા 44,900 - 142400) માં તારીખ 21 જાન્યુઆરીના રોજથી ડાઉનગ્રેડ કરવામાં આવી છે. 


આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ પર નાણાં વિભાગની મંજૂરી આપવામાં આપવામાં આવી છે. 


આ પણ વાંચો : આ વાંચીને લોકોનો ગુજરાત પોલીસ પરથી ભરોસો ઉઠી જશે : પોલીસ 30 બુટલેગરોના ખબરી બન્યા