Gandhinagar News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે નાગરિકોની સુખાકારી માટે ટેકનોલોજી આધારિત અનેક મહત્વના પગલાં લીધા હતા. નરેન્દ્ર મોદીએ રાજ્યમાં અમલી વિવિધ યોજનાઓને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા નાગરિકો સુધી ઝડપથી અને કાર્યક્ષમ રીતે પહોંચાડી ખરા અર્થમાં "સુશાસન"ની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલા "ગુડ ગવર્નન્સ"ને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ અસરકારક રીતે નાગરિકો સુધી પહોંચાડીને સાચા અર્થમાં 'સુશાસન'ની  અનુભૂતિ કરાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં આજે મહત્તમ યોજનાઓ નાગરિકોને આંગળીના ટેરવે મળતી થઈ ગઈ છે. ગુજરાત આજે ઇ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓમાં અગ્રગણ્ય રાજ્ય બન્યું છે, જેમાં મહત્વની એક ડિજિટલ યોજના એટલે "eNagar".


અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો


શહેરોમાં વસતા નાગરિકોના ભાગદોડભર્યા જીવનમાં ઝડપી સેવાઓ આપતું કેન્દ્રિય ડિજિટલ પ્લેટફોર્મ "ઇ-નગર" ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ મુખ્યત્વે 9 મોડ્યુલ્સ અને 42 જેટલી સેવાઓ પૂરી પાડે છે, જેમાં નાગરિકોને ઓનલાઇન મેરેજ રજીસ્ટ્રેશન, પ્રોપર્ટી ટેક્સ, બિલ્ડિંગ પરમીશન, હોલ બુકિંગ, પ્રોફેશનલ ટેક્સ, એસ્ટેટ મેનેજમેન્ટ, પાણી અને ગટરની સેવાઓ, લાયસન્સ, ફરિયાદો વગેરે વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે. ઓનલાઈન પ્લેટફોર્મ થકી નાગરિકોને સરળ, સમય તથા નાણાની બચત, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવાઓ મળી રહે છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સ અંતર્ગત તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને સમાન પ્લેટફોર્મ પર લાવવા માટે રાજ્ય સરકારે ઇ-નગર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ કેન્દ્રીયકૃત પ્લેટફોર્મ પર વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા નાગરિકોની અરજીઓનો યોગ્ય અને સમયસર ઉકેલ લાવવામાં આવે છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ઇ-નગર પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત શહેરી વિકાસ મિશનની નિમણૂક કરી છે. જે અંતર્ગત રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઇ-નગર પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ નગરજનો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે  છે તેમ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ