• જે રીતે ગુજરાતમાં કેસ ઘટી રહ્યા છે તે રીતે સરકાર દ્વારા નિયંત્રણો પર પણ છૂટછાટ આપવામાં આવી રહ્યા છે

  • વેપારીઓના સંદર્ભમાં છૂટછાટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમનો બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય રહેશે


હિતલ પારેખ/ગાંધીનગર :આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં અનેક વાવાઝોડાથી નુકસાનીને લઈને સહાયથી લઈને રાત્રિ કરફ્યૂમાં મુક્તિ અંગે નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના 36 શહેરોમાં રાતના 8 વાગ્યા સુધી કર્ફ્યુ હતો, તેનો સમય ઘટાડીને 9 વાગ્યાનો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 9 વાગ્યે કરફ્યૂ શરૂ થશે. રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. જેનો અમલ 28 મેના રોજથી કરવામાં આવશે. જોકે, સાથે જ સરકારે કહ્યું કે, વેપારીઓને કોઈ છૂટછાટ હાલ નથી અપાઈ. તેમનો સમય રાબેતામુજબનો જ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : હાઈકોર્ટમાં સુનાવણી શરૂ : રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે, પણ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે


કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં આપણે ખૂબ સંઘર્ષ કર્યો છે. કોરોનોમાં પણ વ્યાપક કામગીરી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસોને નિયંત્રણ કરવામાં સરકાર સફળ રહી છે. 3000 કેસ પર પહોંચી ગયા છે. દિવસેને દિવસે કેસ ઘટી રહ્યાં છે. તેથી જ આવતીકાલથી રાત્રિ કરફ્યૂના સમયને 9 વાગ્યા સુધી કરાયો છે. હવેથી ગુજરાતના 36 શહેરોમાં રાત્રે 9 થી 6 સુધી કરફ્યૂ રહેશે. 28 મેના રોજથી નવા નિયમો અમલી બનશે. જે રીતે કેસ ઘટી રહ્યા છે તે રીતે સરકાર દ્વારા નિયંત્રણો પર પણ છૂટછાટ આપવામાં આવી રહ્યા છે. 


આ પણ વાંચો : રિસાયેલી પત્નીએ એવુ કારસ્તાન કર્યું કે પતિ ક્યાંય મોઢું બતાવવાને લાયક ન રહ્યો 


સાથે જ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ગુજરાતમાં વેપારીઓના સંદર્ભમાં છૂટછાટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમનો બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય રહેશે. ગુજરાતમાં દુકાનો સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.


સાથે જ તેમણે કહ્યું કે, ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ગુજરાતમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આમ, ગુજરાતના નાગરિકોને રાત્રિ કરફ્યૂમાં એક કલાકની મુક્તિ મળી છે. ત્યારે સરકાર આગામી સમયમાં વધુ છૂટછાટ આપે તેવી શક્યતા નકારી શકાય નહિ.