હાઈકોર્ટમાં સુનાવણી શરૂ : રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે, પણ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે

કોરોના અંગે થયેલી સુઓમોટોની અરજીનો મામલામાં ગુજરાત હાઇકોર્ટ (gujarat highcourt) માં સુનાવણી શરૂ થઈ છે. ત્યારે સુનાવણીમાં રાજકીય મેળાવડા અંગે ચર્ચા ચાલી થઈ હતી. હાઇકોર્ટમાં સીનિયર વકીલ પર્સી કવિનાએ રજૂઆત કરી કે, રાજ્ય સરકાર દ્વારા બીજા તબક્કામાં જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તે ખોટા છે. રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે પરંતુ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે. 

Updated By: May 26, 2021, 12:17 PM IST
હાઈકોર્ટમાં સુનાવણી શરૂ : રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે, પણ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે

આશ્કા જાની/અમદાવાદ :કોરોના અંગે થયેલી સુઓમોટોની અરજીનો મામલામાં ગુજરાત હાઇકોર્ટ (gujarat highcourt) માં સુનાવણી શરૂ થઈ છે. ત્યારે સુનાવણીમાં રાજકીય મેળાવડા અંગે ચર્ચા ચાલી થઈ હતી. હાઇકોર્ટમાં સીનિયર વકીલ પર્સી કવિનાએ રજૂઆત કરી કે, રાજ્ય સરકાર દ્વારા બીજા તબક્કામાં જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તે ખોટા છે. રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે પરંતુ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે. 

પર્સી કવિનાએ વધુમાં કહ્યું હતું કે, હાલ રાજ્ય સરકારે કેટલાક નિયંત્રણો લાદ્યા છે એનું પાલન સામાન્ય માણસ જોડે જ કરાવે છે. 2 દિવસ પહેલા જ એક ઉદ્ધાટન કર્યું હતું જેમાં રાજકીય નેતા અને લોકોનું ટોળું હતું. એમને નિયમો લાગુ નથી પડતું. આવી બેદરકારી ભારે પડશે. જેમાં હાઇકોર્ટે કહ્યું કે, તમે આ બાબતે અલગથી એફિડેવિટ ફાઇલ કરો અને તેની કાર્યવાહી થશે. આપણે નાના નહીં પરંતુ મોટા મેળવાળા રોકવાના છે જેથી સંક્રમણ ન ફેલાય. 

હાઇકોર્ટમાં એડવોકેટ એસોસિયેશન વતી પર્શિ કેવિનાએ રજૂઆત કરી કે, અમદાવાદમાં હોસ્પિટલ મામલે રિયલ ટાઈમ માહિતી અપાતી નથી. કોરોના ગાઈડલાઈન સાથે કેટલાક બિનજરૂરી નિયંત્રણો સરકારે લાદ્યા છે. રિવરફ્રન્ટના પુલ નજીક ઉભા ન રહેવું, કારમાં એકલા બેસેલા વ્યક્તિએ માસ્ક પહેરવું
. તો બીજી તરફ, કેન્દ્ર સરકારે સ્પોટ વેક્સીનેશનની મંજૂરી આપી છતાં રાજ્ય સરકાર ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આગ્રહ રાખે છે. રાજ્યની તમામ કોર્ટને પણ કાર્યરત કરવી જરૂરી છે. કોરોનામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા નથી અપાતી. મોતની સંખ્યા અપાય પણ સરકારે જિલ્લા પ્રમાણે પોઝિટિવની સંખ્યા જાહેર કરવી જોઈએ. ત્યારે આ મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે, તમારી એફિડેવિટ વિવરાણત્મક રીતે રજૂ કરો અમે તમને સમય આપીએ છીએ.

તો એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં સરકાર વતી જવાબ આપ્યો કે, વેક્સીનેશન પર રાજ્ય સરકાર ભાર આપી રહી છે. રાજ્યના 18 થી 45 વર્ષના લોકોને વેક્સીનેશન આપવા 6.5 કરોડ ડોઝ જરૂર પડે છે. વેક્સીનેશન મામલે કોર્ટે ટકોર કરતા કહ્યું કે, એપ્રિલમાં તમે ઓર્ડર આપ્યો, પણ અત્યાર સુધી શુ સ્થિતિ છે તે જણાવો. ત્યારે કમલ ત્રિવેદીએ જવાબમાં કહ્યુ કે, રોજના 2 લાખ જેટલું સરેરાશ વેક્સીનેશન કરવામાં આવે છે. આખા વિશ્વમાં 6 ઉત્પાદક વેક્સીન તૈયાર કરે છે. 6.5 કરોડ રસીના ડોઝ માટે ઓર્ડર અપાયા છે. ત્યારે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢીને કહ્યું કે, કયા વય જૂથને રસી આપો છો તેમાં કોર્ટને રસ નથી. ક્યારે અને કેટલા ડોઝ આપશો તે જણાવો. સરકાર માત્ર ઓર્ડર આપ્યા કરે અને રસી મળે નહીં તેનો શુ મતલબ? સરકાર અન્ય રસી ઉત્પાદકોની રસી મેળવવા પ્રયત્નશીલ છે, તો રસીના ઓર્ડર આપવામાં ટેન્ડર પ્રક્રિયા કેમ અનુસરતા નથી? વિશ્વમાં 6 રસી ઉત્પાદકો જ છે. તો ગ્લોબલ ટેન્ડર મંગાવવામાં શુ તકલીફ છે? 

હાઇકોર્ટે સરકારને સીધો સવાલ કર્યો કે, રસીકરણમાં સ્પોટ રજિસ્ટ્રેશન માટે સરકારનું શુ આયોજન છે? ઓનલાઇનની સાથે સ્પોટ રજિસ્ટ્રેશન સુવિધા પણ આપો. રસીકરણ માટે રસીના ડોઝ મુજબ રજિસ્ટ્રેશન કરો છો? ત્યારે એડવોકેટ જનરલે ખાતરી આપતા કહ્યું કે, અમે સ્પોટ રજિસ્ટ્રેશન માટે પ્રયાસ કરીશું. 

સાથે જ હાઈકોર્ટે એમ પણ સવાલો કર્યા કે, દર વખતે શા માટે વેક્સીનેશનના સમય બદલવામાં આવે છે. ત્યારે સરકાર વતી એડવોકેટ જનરલે જવાબ આપ્યો કે, સમગ્ર વિશ્વમાં સમય બદલાયો છે, ગુજરાત માત્રમાં બદલાવ કર્યો તેવું નથી. ત્યારે હાઈકોર્ટે પૂછ્યું કે, શું આ બદલાવ પાછળ કોઈ તથ્યાત્મક કારણ ખરું.