Vaccination Campeign : શું તમારા બાળકને રોગપ્રતિરોધક રસી અપાવી છે? રાજ્ય સરકારનું સાર્વત્રિક રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. ગુજરાત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ અભિયાન અંતર્ગત ૧૦ પ્રકારના રોગ સામેની પ્રતિરોધક રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે અપાય છે. સબ સેન્ટરથી સિવિલ હોસ્પિટલ સુધીનાં આરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડીમાં પણ વિનામૂલ્યે રસી અપાય છે. રાજ્યમાં દર વર્ષે ૧૩  લાખ બાળકોને અંદાજિત રૂ. ૪૦૮ કરોડની કિંમતની રસી નિ:શુલ્ક અપાય છે. T(ટીટનસ) D(ડિપ્થેરિયા), બી.સી.જી., હિપેટાઇટીસ બી, રોટા વાઇરસ, પી.સી.વી, ઓરી રૂબેલા જેવા રોગ સામે રક્ષણ આપતી રસી અપાય છે. વેક્સિનને નિયત કરેલ ૨થી ૮ ડિગ્રી તાપમાનમાં જાળવવામાં આવે તો રસીની ગુણવત્તા જળવાઇ રહે છે. મહિલાના ગર્ભવતી થવાથી લઈને બાળકના જન્મ પછીના 16 વર્ષ સુધી વિવિધ રસી અપાય છે. ત્યારે કઇ રસી ક્યારે આપવી તેનું લિસ્ટ દરેક માતાપિતાએ જાણવું જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળક માટે રસી કેટલી જરૂરી છે 
રોગપ્રતિરોધક રસીનું શું મહત્ત્વ છે, તે આપણે સૌએ કોરાનાકાળમાં જોયું છે. કેટલીક ગંભીર અને જીવલેણ બીમારીઓ સામે રક્ષણ આપવા માટે રસી લગાવવી ખૂબ જ જરૂરી છે. કેટલીક રસીના માત્ર એક ડોઝથી સમગ્ર જીવન દરમિયાન ગંભીર પ્રકારની બીમારીઓથી રક્ષણ મળે છે. 


 


આગાહી વચ્ચે વરસ્યો અનરાધાર વરસાદ : ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ખતરનાક સાબિત થયો


કઈ કઈ રસી અપાય છે 
ગુજરાતમાં જન્મથી લઇ ૧૬ વર્ષની ઉંમર સુધીનાં બાળકોને ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડીપ્થેરીયા, ઊંટાટીયુ, ધનુર , હીબ બેકટેરિયાથી થતા રોગો, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રૂબેલા સામે રક્ષણ આપવા માટે ૧૦ પ્રકારની રસીઓ અપાય છે, જેની કિંમત અંદાજે રૂ. ૩૬ હજાર પ્રતિ બાળક છે. રાજ્યના ૧૩ લાખ જેટલાં બાળકોને અંદાજિત રૂ. ૪૦૮ કરોડની કિંમતની રસી સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.


રાજ્યસભાની ચૂંટણીમાં આજે જાહેર થઈ શકે છે નામ : આ બે પાટીદારો છે મજબૂત દાવેદાર


રાજ્ય સરકાર દ્વારા આ રસીના જથ્થાનો સંગ્રહ આઇ.એલ.આર. (આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર) માં કરવામાં આવે છે. જેમાં તાપમાન નિયત કરેલ ૨થી ૮ ડિગ્રીમાં જળવાઇ રહે, જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે. પ્રવર્તમાન જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આપણા બાળકને રોગપ્રતિરોધક રસી ચોક્કસપણે અપાવવી જોઇએ, તેમ બાળરોગ નિષ્ણાત તબીબોનું કહેવું છે. 


અડધા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : આ તારીખોએ તૂટી પડશે ધોધમાર વરસાદ