આગાહી વચ્ચે વરસ્યો અનરાધાર વરસાદ : ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ખતરનાક સાબિત થયો
Gujarat Weather Forecast : આગામી 3 કલાક રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી.. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનનગર, મોરબી સહિત કચ્છમાં પડશે વરસાદ.. અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસશે વરસાદ.. ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે ભગવાન જળમગ્ન થયા.. અમદાવાદ, કચ્છ, પાટણમાં ચારેતરફ વરસાદ જ વરસાદ. અબડાસામાં બે કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ ખાબક્યો. તોફાની પવન ફૂંકાતાં મકાનોનાં નળિયાં, પતરાં ઊડ્યાં.
વલસાડ જિલ્લામાં મૃત્યુ બાદ પણ મૃત્યુ પામેલા માણસને અને પરિવારને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વલસાડ તાલુકાના કાકાડમટી ગામ ખાતે સ્મશાન ભૂમિના અભાવને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કાકડમટી ગામ તેમજ આજુબાજુ ના ગામના રહીશો માટે સુવિધાના અભાવને કારણે લોકોને હાલાકી વેઠવી પડી છે. પાર નદીના કમર સમાં પાણી માંથી મૃત દેહને લઈ જવા લોકો મજબુર બનયા છે. લોકો એ જીવના જોખમે પાર નદીમાં ઉતરી બીજા કિનારે મૃતદેહને લઈ જઈ ખુલી જગ્યામાં વરસાદી માહોલમાં મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યા હતા. છેલ્લા ઘણા સમય થી ગામમાં સ્મશાન ભૂમિ ન હોવાના કારણે લોકો ખુલી જગ્યામાં અંતિમ સંસ્કાર કરે છે. વર્ષોથી કાકડમટીના ગામ લોકો વિકાસની રાહ જોઇ રહ્યા છે.
બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આજે ભારે વરસાદ તૂટી પડશે. તેમજ મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આગાણી ત્રણ કલાક માટે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠામાં વરસાદી માહોલ રહેશે. તો સુરત, ભરૂચ, રાજકોટ, જામનગરમાં પણ વરસાદ રહેશે. તેમજ પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે.
અરવલ્લીના ધનસુરામાં અડધો કલાકમાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો,,, ધનસુરાના બસ સ્ટેશન વિસ્તારમાં ભરાયા પાણી,,,ધનસુરા- નડીયાદ હાઇવે પર પણ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન,,, અરવલ્લીના ભિલોડા તાલુકામાં વરસાદ,,,ભિલોડા નગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ,,, લીલછા,ખલવાડ,ભવનાથ, ધનસુરામાં ધોધમાર વરસાદ,,, માલપુરમાં ધીમીધારે વરસાદ,,, અરવલ્લીના ભિલોડામાં પડેલા ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી..... 3 ઈંચ વરસાદ બાદ મુખ્ય બજાર વિસ્તારમાં પાણી ભરાયા... ગોવિંદનગર મકાનોની અંદર પાણી ભરાતા ભારે હાલાકી..
હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના રાપરમાં ધોધમાર વરસાદ વરસ્યો.... નિલપર, નંદાસર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો... સારા વરસાદથી રોડ પર ફરી વળ્યાં પાણી. કચ્છના ભુજમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા.... ગણેશનગરમાં જાહેર રોડ પર પાણી ભરાતા ભારે હાલાકી..રોડ પર પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને હાલાકી....કચ્છમાં વરસાદી માહોલ...લખપતમાં અનરાધાર વરસાદ વરસ્યો......નારાયણ સરોવરથી નલિયાને જોડતા માર્ગ પર ભરાયા પાણી..
પાટણના સાંતલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો...રાધનપુર, સમી સહિતના પંથકમાં વરસાદ વરસ્યો.... 2 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા ભારે હાલાકી....ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી.... પાટણ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો.... રાધનપુર, સાંતલપુર પંથકમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસ્યો... સાંતલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ..... વારાહી, અબીયાણા, નવાગામ, ઉનડી સહિતના વિસ્તારમાં વરસાદ...
Trending Photos