બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા માટે અસરગ્રસ્ત ખેડૂતો/ જમીનધારકોને નૂકશાની પેટે અપાતા વળતર અંગે નવી નીતિ જાહેર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને, નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા અંગે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો મહત્વનો નિર્ણય તા.30/12/2021ના ઠરાવથી કર્યો છે. 


'હું હનુમાન તો નથી કે છાતી ચીરીને બતાવી શકું...'દારૂ પીવાના આરોપ પર ઈશુદાનનું નિવેદન


ઊર્જામંત્રીએ ઉમેર્યુ કે, RoW Corridor(Right of Way Corridor) (ટ્રાન્સમિશન લાઇનના રેષાઓની પહોળાઇ)ના કારણે જમીનના ઉપયોગ બદલ વળતર પેટે જમીનના મૂલ્યના 7.5% બદલે બમણુ એટલે કે,15% લેખે ચૂકવણું કરાશે. ફળાવ ઝાડ તથા અન્ય ઝાડના નુકશાન પેટે વળતર ચૂકવતી વખતે વળતરના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરેલ તા.12.01.2021 ના પરિપત્ર તેમજ ત્યાર બાદ સમય-સમયે સુધારેલ પરિપત્ર પ્રમાણે નક્કી કરેલા દરો લાગુ પડશે. જેથી ખેડૂતોને નુકશાનના પ્રમાણમાં વળતર મળી રહેશે. 


ઊર્જામંત્રીએ ઉમેર્યુ કે, જમીનના મૂલ્યના મૂલ્યાંકન માટે, જે-તે સમયના અને સ્થળના, સરકારશ્રીના પ્રવર્તમાન, ઓન લાઇન જંત્રી દરોને વાર્ષિક વધુમાં વધુ 10% વધારો (ચક્રવૃદ્ધિ) ગણીને, વળતરની ગણતરી આખરી કરવાની રહેશે. આ જોગવાઇઓ નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ પ્રગતિમાં હોય તેવી ટ્રાન્સમિશન લાઇનના કામ માટે લાગુ પડશે.આ સુધારાને કારણે ટ્રાન્સમિશન લાઇન નાખવાના કામમાં ઝડપ આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube