ઉદય રંજન/અમદાવાદ : અમેરિકાથી ડ્રગ્સ મંગાવી વેચાણના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં ગ્રામ્ય પોલીસે કરી મોટી કાર્યવાહી કરી હતી. કસ્ટમ વિભાગ પાસેથી કેટલાક પાર્સલ કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ 300 થઈ વધુ પાર્સલમાં ડ્રગ્સ મંગાવ્યા હોવાનુ સામે આવ્યું છે. પોલીસને આશરે 10 કરોડના ઓનલાઈન વ્યવહાર થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આરોપી અલગ અલગ વ્યક્તિના નામ અને સરનામે પાર્સલ મંગાવતા હતા. ઈલેક્ટ્રોનિક વસ્તુની આડમા ડ્રગ્સ અમેરિકાથી આવતું હતું. જે પાર્સલ રિસિવ નથી થયા તેવા ડ્રગ્સ સાથેના પાર્સલ પોલીસ કબ્જે કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકગાયિકા રાજલ બારોટ બે બહેનો માટે બની પિતા, કન્યાદાન કરીને વિદાય પર રડી પડી


પોતાના નામે આવતા પાર્સલમા કસ્ટમ વિભાગની નોટીસ મળ્યા બાદ અન્ય વ્યક્તિઓના નામે પાર્સલ મંગાવ્યા હતા. કેસમાં અત્યાર સુધી કુલ 4 આરોપીની ધરપકડ થઈ ચુકી છે. વંદીત પટેલ, પાર્થ શર્મા, સંજયગિરી ગોસ્વામી અને ઝીલ પરાતેની ધરપકડ થઈ છે. આરોપી અમેરિકાથી ડ્રગ્સ લાવી શૈક્ષણિક સંસ્થામાં આપતા હોવાનું પણ સામે આવ્યું છે. કરોડો રૂપિયાનો ક્રિપ્ટૉ કરન્સી દ્વારા વ્યવહાર થયાનું પણ સામે આવ્યું છે. આરોપી વંદીત પટેલે ડ્રગ્સની રકમ ચૂકવવા માટે ક્રિપ્ટૉકરન્સી મારફતે રૂ 4 કરોડનો નાણાકીય વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે. વંદિત પટેલે અત્યાર સુધીમાં અલગ અલગ 50 સરનામા પર ડ્રગ્સ મંગાવ્યાં છે. આરોપીઓ ડ્રગ્સ માંગવા માટે ટેકનોલોજી, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા.


વિધાનસભા પહેલા પક્ષોનો લિટમસ ટેસ્ટ: 10 હજારથી વધારે ગામોની ચૂંટણી જાહેર, EVM થી નહી યોજાય ચૂંટણી


આરોપી બંધ મકાનના સરનામા પર ડ્રગ્સ મંગાવતો હતો. આરોપીઓએ અત્યાર સુધીમાં 100 કિલો ડ્રગ્સ મંગાવીને 8 થી 10 કરોડનો વ્યાપાર કર્યો છે. આરોપી ડ્રગ્સ લેનારને જે જોઇએ તેવા ડ્રગ્સ સપ્લાય કરતો હતો. જેમા સેક્સ પાવર વધારવા, સ્પિરિચૂયલ ફિલ લેવા માટે અલગ અલગ ડ્રગ્સ આપવામાં આવતા હતા. આરોપીઓના ડ્રગ્સ લેનાર લોકો અમદાવાદના ખ્યાતનામ પરિવાર સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અનેક ઉદ્યોગપતિ અને તેના પરિવારનાં લોકોનો પણ સમાવેશ થાય છે. 


રાજકોટના કોન્સ્ટેબલની દાદાગીરી, મહિલાએ આઈકાર્ડ માંગ્યુ તો કાર ટો કરાવી દીધી


જો કે સૌથી મહત્વનું છે કે, આરોપીઓ એટલા ચાલાક હતા કે, એડ્રેસ તો અલગ અલગ રાખતા જ પરંતુ ડ્રગ્સ પણ ઈલેક્ટ્રોનિક વસ્તુની આડમાં ડ્રગ્સ અમેરિકાથી મંગાવતા હતા. જે પાર્સલ રિસિવ નથી થયા તેવા ડ્રગ્સ સાથેના પાર્સલ પોલીસ કબ્જે કરશે. પોતાના નામે આવતા પાર્સલમા કસ્ટમ વિભાગની નોટીસ મળ્યા બાદ અન્ય વ્યક્તિઓના નામે મંગાવ્યા હતા. આરોપી વંદિત પટેલે અમદાવાદ, કલોલ, જયપુર અને ઉદેપુરના 50 થી વધુ સરનામા પર ડ્રગ્સની ડિલેવરી મેળવી હતી. બંધ મકાનના સરનામા પર ઓર્ડર આપી પાર્સલ રિટર્ન થતા એજન્ટને મળી પાર્સલ છોડાવી દેવાતા હતા. 


વિદ્યાર્થીઓના હિતમા લેવાયો વધુ એક નિર્ણય, ધોરણ 10 બાદ એડમિશન વિશે મોટી જાહેરાત


આરોપી એ ઈથરીયમ, લાઈટકોઈન, બિટ કોઈન જેવી ક્રિસ્ટોકરન્સી મારફતે 4 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનુ સામે આવ્યું છે. મુંબઈ, હિમાચલ પ્રદેશ તથા વિદેશમાંથી 100 કિલો કરતા વધુ ડ્રગ્સ વેચાયું હોવાની કબૂલાત કરી છે. કુલ 10 કરોડના વ્યવહાર કર્યા છે અને કસ્ટમ વિભાગે કુલ 24 જેટલા પાર્સલ કબ્જે કર્યા હોવાનું સામે આવ્યું છે. મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં ડ્રગ્સ પાર્ટી યોજી હોવાની પણ ચોંકાવનારી કબુલાત આરોપીએ કરી છે. વંદિત પટેલે ન્યુઝીલેન્ડ અને ચીન શાંઘાઈ ખાતે પણ અમેરિકાથી ડ્રગ્સ મોકલાવ્યું હતુ. છેલા બે વર્ષથી તે ડ્રગ્સનો ધંધો કરતો હતો. વિદેશ સહિત મુંબઇ સહિતના રાજ્યમા તેના તાર જોડાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખંડણી મુદ્દે સમગ્ર ગુજરાતને માથે લેનારા વિકી ગોસ્વામીનો ભત્રીજો વિપુલ ગોસ્વામી પણ આ ડ્રગ્સ કેસમાં સહ આરોપી છે. મુખ્ય આરોપી ભારતમાં બેઠા બેઠા અમેરિકાથી ચીનમાં અને ન્યુઝીલેન્ડમાં ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ આશ્ચર્યચકિત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube