ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો હવામાન વિભાગની નવી આગાહી
Gujarat Rains: હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયેલું હોવાથી બે દિવસ બાદ રાજ્યમાં વરસાદી માહોલ બનશે. સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારના માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે.
Gujarat Monsoon 2022: રાજ્યમાં ફરીથી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. આગામી બે થી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ આવી શકે છે. ખાસ કરીને 10 થી 12 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયેલું હોવાથી બે દિવસ બાદ રાજ્યમાં વરસાદી માહોલ બનશે. સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારના માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 102 ટકા વરસાદ નોંધાયો છે. સિઝનનો સરેરાશ 35 ઈંચ વરસાદ પડી ચુક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 157 ટકા એટલે કે સરેરાશ 28.68 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 110 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 32 ઈંચ વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનના સરેરાશ 27 ઈંચ વરસાદ સાથે 83.92 ટકા વરસાદ થયો છે. જયારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 90.39 ટકા વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 112 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં તો સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાતમાં થયો છે.
વલસાડમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
વલસાડ જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. વલસાડના તીથલ રોડ, ગૌરવ પથ, હાલાર રોડ પર વરસાદ પડ્યો છે. જિલ્લાના ઉમરગામથી ભીલાડ સુધીના પંથકોમાં ભારે વરસાદ પડ્યો. વરસાદ આવતા લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત તો મળી છે, પરંતુ વાપીમાં દોઢ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાપીના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા રસ્તાઓ રેલવે ગરનાળામાં પાણી ભરાય ગયા જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
નવસારીમાં મેઘાની ધમાકેદાર બેટિંગ
આજે નવસારી જિલ્લામાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હોવાના અહેવાલ છે. નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવી રહ્યા છે. લાંબા વિરામ બાદ મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. વરસાદ વરસતા અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે.
ભાવનગરમાં ભાદરવાના અંતમાં જામ્યો વરસાદી માહોલ
ભાવનગરમાં ફરી ભાદરવાના અંતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની વરસાદના બીજા રાઉન્ડની આગાહીના પગલે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં આજે વહેલી સવારે વરસાદ થયો હતોસ જ્યારે બપોર બાદ ફરી વરસાદનું આગમન થયું હતું. શહેર ઉપરાંત તાલુકા પંથકમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.
આણંદનાં પેટલાદ અને બોરસદમાં પવન સાથે વરસાદ
આણંદનાં પેટલાદ અને બોરસદમાં ઝડપી પવન સાથે વરસાદ ખાબક્યો છે. આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ શરૂ થયો હતો. પેટલાદમાં નીચાણવાળા વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાયા હોવાના અહેવાલ છે. આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બોરસદમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો હતો. ત્યારબાદ આણંદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. પેટલાદ અને બોરસદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
મહત્વનું છે કે, રાજ્યમાં આગામી 2 થી 3 દિવસ વરસાદી માહોલ રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા મધ્યમ ઉપરાંત ક્યાયક ભારે વરસાદ પણ આવી શકે છે. 10 થી 12 દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લામાં છૂટો છવાયો અને ભારે વરસાદ આવી શકે છે. 12 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ આવી શકે છે.
હાલમાં બંગાળની ખાડીમાં હવાની હળવું દબાણ સર્જાયેલું છે, જેના કારણે 2 દિવસ બાદ વરસાદી માહોલ બનશે. 11 અને 12 તારીખે ઉત્તર ગુજરાતમાં હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ રહી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં દરિયારી વિસ્તાર માટે માછીમારો માટે ચેતવણી પણ જાહેર કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube