હવે મર્યા સમજો! ગુજરાત હાઇકોર્ટની ટકોર; ‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય’
ઓફિસ અવરજવરના કલાકોમાં હેલમેટ વગર નિકળનારા લોકોને પોલીસ ચેકપોસ્ટ પર પકડશે અને ઓફિસમાં મોડા પડશે તો તે લોકો જાતે જ કાયદાનું ભાન રાખશે તેવી પણ ચીફ જસ્ટિસે ટકોર કરી છે. માત્ર દંડ કરવો એ વિકલ્પ નથી, કાયદાનું ભાન પણ થવું જરૂરી છે.
ઝી બ્યુરો/અમદાવાદ: હેલમેટ ફરજિયાત અંગે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે. ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલમેટ ફરજિયાત કરવાનો સર્ક્યુલર બાહર પાડવા અંગે ચીફ જસ્ટિસની વિચારણા છે. હેલમેટ વિના ફરનારા હાઈકોર્ટ સ્ટાફને દંડ થશે તો હાઈકોર્ટ પણ કાર્યવાહી કરશે. ઓફિસ અવરજવરના કલાકોમાં હેલમેટ વગર નિકળનારા લોકોને પોલીસ ચેકપોસ્ટ પર પકડશે અને ઓફિસમાં મોડા પડશે તો તે લોકો જાતે જ કાયદાનું ભાન રાખશે તેવી પણ ચીફ જસ્ટિસે ટકોર કરી છે. માત્ર દંડ કરવો એ વિકલ્પ નથી, કાયદાનું ભાન પણ થવું જરૂરી છે. લોકોને સમય અને કાયદાનું ભાન કરાવાવની જરૂર હોવાની હાઈકોર્ટે ટકોર કરી છે.
સાગઠિયાનું વધુ એક કારસ્તાન! ગેરકાયદે જમીન પર ખડકી દેવાઈ સ્કૂલ, શું તંત્ર અગ્નિકાંડની
હવે હેલ્મેટ વગર નીકળ્યા તો દંડ, લાયસન્સ રદ અને ખાતાકીય તપાસ સહિત નોકરી આનુષાંગિક બાબતોમાં તકલીફ પડશે. ગુજરાત હાઇકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવા અંગે સર્ક્યુલર બહાર પાડવા અંગે ચીફ જસ્ટિસની વિચારણા ચાલી રહી છે. હાઇકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત રહેશે. વિના હેલ્મેટ મુસાફરી કરનાર હાઇકોર્ટ સ્ટાફને દંડ થયો તો હાઇકોર્ટ પણ કાર્યવાહી કરશે.
ગુજરાતમાં હજું નવરાત્રીમાં ક્યાં પડશે વરસાદ; કયા વિસ્તારોમાં થશે બંધ? જાણો આગાહી
રાજ્ય સરકાર પણ સરકારી કર્મચારીઓ અને સરકારના તાબામાં આવતા કર્મચારીઓ અને અધિકારીઓ માટે પણ સરકાર સૂચના જાહેર કરશે તેવું એડવોકેટ જનરલનું કોર્ટમાં નિવેદન આપ્યું છે. ઓફિસ અવર જવાના કલાકોમાં હેલ્મેટ વગર નીકળનાર લોકોને પોલીસ ચેકપોસ્ટ પર પકડશે.
ઓહ બાપ રે! આ વર્ષે જ સોનું આ સ્તરે પહોંચશે, રોકાણકારોને થઈ જશે ચાંદી જ ચાંદી
ચીફ જસ્ટિસે ટકોર કરી છે કે ઓફિસમાં મોડા પડશે તો લોકો જાતે જ કાયદાનું ભાન રાખશે. માત્ર દંડ કરવો એ વિકલ્પ નહીં, લોકો દંડના પૈસા ભરી અને જતા રહે એના કરતાં કાયદાનું ભાન કરાવવા એમને રોકી રાખો. લોકોને સમય અને કાયદા બંનેનું ભાન કરાવવાની જરૂર છે. એડવોકેટ જનરલે આ પ્રયોગ માટે સરકારની તૈયારી હોવાની કોર્ટને ખાતરી આપી છે.