આશ્કા જાની/અમદાવાદ: રાજ્યમાં કાયમી ધોરણે ઓબીસી કમિશન મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. નિવૃત્ત જજની નિમણુંકને કમિશનની રચના ન ગણાય તેવી ટકોર કરી છે અને 2 માર્ચ સુધીમાં જવાબ રજૂ કરવા સરકારને આદેશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરોડપતિ બનાવી શકે છે આ Smart Investment Tips,જાણો કઈ રીતે પૈસાથી બનશે પૈસા


રાજ્યમાં કાયમી ધોરણે ઓબીસી કમિશનની નિમણૂકની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. આ અરજી પર હાઈકોર્ટમાં આજે સુનાવણી ચાલી હતી. જેમાં રાજ્ય સરકાર પરિપત્રના આધારે કમિશનના વડાની નિમણૂંક કરે તે પુરંતુ નહીં હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે શા માટે કાયમી ઓબીસી કમિશનની સ્થાપના નથી થઈ તેવા કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો. નિવૃત્ત જજની અપોઈન્ટમેન્ટ એ કમિશનની રચના ના ગણાય તેવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી.


અમેરિકામાં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા મેઘરજના દંપતીની હત્યા, થયો મોટો ખુલાસો


ગુજરાત હાઇકોર્ટમાં અરજદારની રજૂઆત
રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂંક કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે કે સરકાર પરિપત્ર મુજબ કમિશનના વડાની નિમણૂક કરે તે યોગ્ય નથી. 


આ દિવસથી શરૂ થાય છે હોળાષ્ટક, ભૂલથી પણ ન કરો આ કામ, જીવનભર રહેશે સમસ્યાઓ


તમને જણાવી દઈએ કે, કમિશનની સ્થાપનાના મુદ્દે સરકાર ઠોસ પગલાં ઉઠાવે તેવી ગુજરાત હાઈકોર્ટે તાકીદ કરી હતી. અન્ય પછાત વર્ગના સમાવેશ અને તે અંગેની કાર્યવાહી અને જ્ઞાતિઓને પછાત વર્ગમાંથી બહાર મુકવાની કામગીરી માટે સ્થાયી ઓબીસી કમિશન જરૂરી હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટમાં પિટિશન થઈ છે.


અંબાલાલની આગાહી બાદ હવામાન વિભાગે જે કહ્યું એ જાણીને બેસી જશે તમારી છાતીના પાટિયા!


OBC કમિશનના ચેરમેન પદે આર.પી.ધોલરિયાની નિમણૂક 
તાજેતરમાં ગુજરાત સરકારે રાજ્યના પછાત અન્ય વર્ગો OBC માટેના કાયમી કમિશનના ચેરમેન તરીકે ગુજરાત હાઇકોર્ટમાંથી નિવૃત થયેલા ન્યાયાધીશ આ.પી ધોલરિયાની નિમણૂક કરી હતી. OBC કમિશનમાં લાંબો સમય ચેરપર્સન તરીકે જવાબદારી અદા કરનારા જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના અવસાનને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા સરકારે આ નિયુક્તિ કરી હતી.