અમેરિકામાં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા મેઘરજના દંપતીની હત્યા, પતિ-પત્નીના મર્ડર બાદ મોટો ખુલાસો

અમેરિકામાં અરવલ્લીના વેપારી દંપતીની કરપીણ હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં ગત 6 જાન્યુઆરીના રોજ અરવલ્લીના વેપારી દંપતીને ગોળી મારી હત્યા કરવામાં આવી છે. 

અમેરિકામાં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા મેઘરજના દંપતીની હત્યા, પતિ-પત્નીના મર્ડર બાદ મોટો ખુલાસો

સમીર બલોચ/અરવલ્લી: ફરી એકવાર વિદેશમાં ગુજરાતી દંપતીની કરપીણ હત્યા કરવાના સમાચાર મળી રહ્યા છે. અમેરિકામાં અરવલ્લીના વેપારી દંપતીની કરપીણ હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં ગત 6 જાન્યુઆરીના રોજ અરવલ્લીના વેપારી દંપતીને ગોળી મારી હત્યા કરવામાં આવી છે. 

જાણવા મળી રહ્યું છે કે અરવલ્લીના વેપારી દંપતી અમેરિકામાં મોટેલ વ્યવસાય સાથે જોડાયેલ હતું. જેથી અમેરિકામાં વેપારીની હત્યાથી ગુજરાતી સમુદાયમાં રોષની લાગ્ણી જોવા મળી રહી છે. અમેરિકામાં મેઘરજના શેઠ રજનીકાંત વલ્લભદાસ અને પત્ની નિરીક્ષાબેનની હત્યા થઈ છે. આ ઘટના બાદ મેઘરજ ખાતે પરિવારજનોને જાણ કરાઈ હતી. જેથી મેઘરજ નગરમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.  

વેપારીની હત્યાથી અરવલ્લીમાં રહેતા તેમના સગા અને પરિવારજનોને ભારે આઘાત લાગ્યો છે. અંગત અદાવતમાં તેમની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હત્યા પાછળ કયું કારણ જવાબદાર છે તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે અને બનાવના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવશે.

અંગત અદાવતમાં મેઘરજના દંપતીની હત્યા!
મૂળ મેઘરજના અમેરિકામાં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા દંપતી રજનીકાંત વલ્લભદાસ શેઠ અને તેમના પત્ની નિરીક્ષાબેનની હત્યા કરવામાં આવી છે. બનાવ અંગે માહિતી મળતા તેમના પરિવારજનો અમેરિકા જવા માટે રવાના થયા હોવાની માહિતી છે. મોટેલ ચલાવતા દંપતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. દંપતીની અમેરિકામાં તેમના ઘરે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સ્થાનિક લોકોની પજવણીના કારણે તેમણે મોટેલ વેચી દેવાની ફરજ પડી હતી, પરંતુ આમ છતાં તેમના પર અદાવત રાખીને દંપતીની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

રજનીકાંત શેઠ પાછલા મહિને જ તેઓ ભારત આવીને અમેરિકા પરત ફર્યા હતા. તેમની સાથે અગાઉ મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ બાબતે ખટરાગ થયાની વિગતો પણ સામે આવી રહી છે. આવામાં જૂની અદાવતમાં જ તેમની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news