અમદાવાદ : કોર્ટનો તિરસ્કાર કરવાનું એક અધિકારીને ભારે પડ્યું હતું. હાઇકોર્ટમાં હાજર થવા માટે આવેલા એક અધિકારીની કોર્ટે ઝાટકણી કાઢી હતી અને તેમને જેલમાં મોકલી દીધા હતા. કોર્ટમાં અનેક સમન્સ પછી હાજર થવા માટે આવેલા એક અધિકારીની કોર્ટે ઝાટકણી કાઢી હતી. સરકાર પર હાવી થઇ ચુક્યા હોય તેવા આરોપ લાગતા હતા તેવામાં અધિકારીઓ હવે કોર્ટ પર પણ હાવી થવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જો કે હાઇકોર્ટે આ અધિકારીની તમામ અકડ ઉતારી નાખી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં રોજનું કેટલું ડ્રગ્સ આવતું હશે? 1 કિલો, 2 કિલો, 3 કિલો નહી આંકડો જાણી ચોંકી ઉઠશો


ગુજરાત હાઇકોર્ટે ભાવનગરના એક અધિકારીની ઝાટકણી કાઢી હતી. 10 વર્ષના કામ બાદ કાયમી થયેલા રોજમદાર કામદારની રજાના મુદ્દે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જે મુદ્દે કોર્ટ દ્વારા વારંવાર આદેશ છતા અધિકારી હાજર થયા નહોતા. જો કે આખરે કોર્ટની આકરી ટીપ્પણી બાદ ભાવનગરના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના એક્ઝિક્યુટિવ અધિકારી હાજર રહ્યા હતા. જેના પગલે કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે, હવે તમારા ઘરે ફોન કરીને કહી દો કે તમે હવે ઘરે નહી આવો. અમે તમને જેલમાં મોકલી રહ્યા છીએ. 


GUJARATI ભેજાબાજ એક નાનકડો કોલ ટ્રાન્સફર કરતો, સરકારને કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યો


અત્રે ઉલ્લેખનીય છે કે, અધિકારીઓની દાદાગીરીના કારણે સરકાર અને મંત્રીઓ પણ પરેશાન હતા. જેની નોંધ છેક દિલ્હી સુધી રહેવાઇ હતી. હાવી થઇ ચુકેલા અધિકારીઓને ફરી કાબુમાં લેવા માટે ભુપેન્દ્ર પટેલની સરકાર આવતાની સાથે જ મોટા પ્રમાણમાં બદલીઓનો દોર ચલાવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી અને પક્ષપ્રમુખે વારંવાર અધિકારીઓને ટકોર કરવી પડી હતી કે, દરેકે દરેક અધિકારીએ તમામ કાર્યકરો અને ધારાસભ્યોના ફોન ઉપાડવા પડશે અને તેમના કામ પણ કરવા પડશે તેમ જણાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube