ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિને ગંભીરતાથી લઈને આજે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. કોરોના મામલે કાળજી રાખવામાં ગુજરાત સરકાર ક્યાં કયાં કાચી પડે તે મુદ્દે હાઈકોર્ટ સરકાર પર આકરા તેવર બતાવ્યા હતા. હાઈકોર્ટે અનેક મુદ્દે ટકોર કરી. સાથે જ કહ્યું કે, ઓક્ટબર મહિના સુધી કોરોના કાબૂમાં હતો, તો પછી કોરોનાની આવી સ્થિતિ આવી ગઈ તો કેમ સરકાર અજાણ રહી. સાથે જ હાઈકોર્ટે સરકારને જાહેર મેળાવડા બંધ કરવા સૂચન કર્યું છે. તો લગ્ન અને મરણ જેવા પ્રસંગમાં 50 લોકોની મંજુરીની વાત કોર્ટે દ્વારા કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટે સૂચનો કર્યા કે, લગ્ન અને સ્મશાન વિધિ  સિવાય તમામ કાર્યક્રમોમાં પ્રતિબંધ લગાવવો જોઈએ. જે 100 માણસની પરમિશન લગ્ન પ્રસંગમાં આપી છે તેનો ઘટાડો કરો. સાથે જ કોર્પોરેટ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ સ્ટાફનો ઘટાડો કરો.



સાથે જ હાઈકોર્ટે ચૂંટણી પ્રકિયા પર ટકોર કરીને કહ્યું કે, ચૂંટણી માટે બૂથ વાઇઝ આંકડા અને સોસાયટી હોય છે. તમારી પાસે તે આયોજનને કેમ કામે ન લગાડી શકાય? બૂથ વાઇઝ કામગીરી કરો. કરફ્યૂનો અમલ નથી થતો. વહેલી સવારે લોકો રસ્તા પર જોવા મળે છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થતું. જે લોકો સ્વયભૂ બંધ પાળે છે તે લોકો બીજા બધા કરતા ઘણા હોશિયાર છે..સુનાવણીમાં સરકાર અને હાઇકોર્ટે  અનેક મુદ્દે પોતપોતાનો પક્ષ મૂક્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, સુઓમોટો અંગે વધુ સુનવણી 15 એપ્રિલના રોજ હાથ ધરાશે