આશ્કા જાની/અમદાવાદ :રખડતા ઢોરના કારણે મૃત્યુ પામનારના પરિવારને વળતર આપવા ટકોર કરી છે. સાથે જ મૃત્યુ પામનારના પરિવારને વળતર આપવા હાઈકોર્ટે કહ્યું. ત્યારે સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે, વળતર મામલે ચર્ચા ચાલી રહી છે. પોલીસ અને AMC આ મામલે કામ કરી રહી છે. ત્યારે મૃતકના પરિવારને 5 લાખનું વળતર ચૂકવવા HC એ આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાવિન પટેલનું રખડતાં ઢોરના કારણે મૃત્યુ થયું હતું. ત્યારે આવતીકાલ સુધી તેના પરિવારને વળતર ચુકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. AMC એ મૃતકના પરિવારને 2 લાખ વળતર આપવા તૈયારી દર્શાવી હતી. જો કે હાઈકોર્ટે 5 લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં રખડતાં ઢોર મામલે આજે વધુ એક વખત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ઘરાઈ હતી. જેમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, AMC કમિશનર એમ. થેન્નરાસન, ટ્રાફિક JCP મયંક સિંહ ચાવડા સહિતના અધિકારીઓ હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા.  ત્યારે હાઈકોર્ટે રખડતા ઢોરની સમસ્યાનો હવે અંત આવે તેવા પગલાં લેવા તમામ અધિકારીઓને ટકોર કરી. સાથે જ અકસ્માતમાં ઈજા પામનાર અને મૃત્યુ પામનારને વળતર ચૂકવામાં આવે તેવી પણ ટકોર કરી છે. 


આ પણ વાંચો : કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની 3 દીકરીઓના મોત, કુલ મૃત્યુઆંક 7


સુનાવણીની શરૂઆત થતાં મુખ્ય ન્યાયાધીશે રાજ્ય સરકારના વકીલને સમાચાર પત્ર આપ્યું હતું, જેમાં રખડતાં ઢોર મામલે ફોટો સાથે સમાચાર પ્રસિદ્ધ થયા હતા. જેમાં વિસ્તાર મુજબ રખડતાં ઢોર સમસ્યા બતાવાઈ હતી. ત્યારે આ મુદ્દે રાજ્યમાં સંબંધિત તમામ વિભાગ મહેનતથી કામ કરતા હોવાની રાજ્ય સરકારે રજૂઆત કરી હતી. તો હાઈકોર્ટે તેના જવાબમાં કહ્યું કે, તમે લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર છે. હાઈકોર્ટે અર્બન ડેવલમેન્ટ સેક્રેટરી મુકેશ કુમારને પણ કડક પગલાં લેવા સૂચના આપી. જેની સામે મુકેશ કુમારે પણ કડક પગલાં લેવા સહમતી દર્શાવી. 


હાઈકોર્ટે કહ્યું કે, આ તહેવારોનો સમય છે અને આવા સમયમાં અમે અકસ્માત થાય તેવું નથી ઈચ્છી રહ્યા છીએ. આ મામલે વધુ સુનવણી 15 નવેમ્બરે વધુ સુનવણી હાથ ધરવામાં આવશે. 


આ પણ વાંચો : અશોક ગેહલોતે ભાજપને સંભળાવી દીધું, પ્રધાનમંત્રીએ ગુજરાતમાં જ PMO ખોલવી જોઈએ


તો બીજી તરફ, રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કતલખાના મામલે રાજ્ય સરકારની કામગીરી સામે હાઇકોર્ટ સખત નારાજગી વ્યક્ત કરી. હાઈકોર્ટે કહ્યું કે, સરકાર દરેક વખતે કામગીરીના નામે માત્ર મગરના આંસુ સારી રહી છે. સરકાર માત્ર નોટિસ આપીને જ કામ ચલાવે છે અને રાજ્યમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમી રહ્યા છે. ગેરકાયદેસર કતલખાનાઓમાં કોઈપણ પ્રકારની શુદ્ધતા કે અન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી જેના કારણે માનવજીવન સાથે છેડા કરવામાં આવી રહ્યા છે. 


તેથી ગેરકાયદેસર કતલખાના મામલે નામદાર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું પાલન પણ કરવામાં નથી આવી રહ્યું હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું. રાજ્યભરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ એટલે કે જેમની પાસે લાયસન્સ નથી તેવા તમામ કતલખાનાઓ બંધ કરાવવા હાઇકોર્ટે નિર્દેશ કર્યો. આ ઉપરાંત તાલુકા જિલ્લા અને મનપામાં ચીકન-માંસ-મચ્છી વેચતી દુકાનોનો સર્વે કરવા પણ હાઇકોર્ટે સૂચન કર્યું. તેમજ ડિસ્ટ્રિક્ટ અને તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટીને સમગ્ર મામલે સર્વે કરીને રિપોર્ટ સબમિટ કરવા હાઇકોર્ટે સૂચન કર્યું. જો આવા પ્રકારના કતલખાના બંધ કરાવવા અથવા તો સર્વે કરવા માટે લો એન્ડ ઓર્ડર ની પરિસ્થિતિ જોખમાય તો પોલીસને પણ જરૂરી પગલાં લેવા હાઇકોર્ટે નિર્દેશ કર્યો. તેમજ તમામ કામગીરીના રિપોર્ટ સાથે આવતી મુદત સાથે જરૂરી કમિટીઓના અધિકારીઓ તથા એનિમલ હસબન્ડરી ના અધિકારીઓને કામગીરીના રિપોર્ટ સાથે હાઇકોર્ટમાં હાજર રહેવા સૂચના આપી. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ લાઇસન્સ વગર ચાલતા તમામ ગેરકાયદેસર કતલખાના સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટે કડક શબ્દોમાં કહ્યું. સમગ્ર મામલે વધુ સુનાવણી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.