અશોક ગેહલોતે ભાજપને સંભળાવી દીધું, પ્રધાનમંત્રીએ ગુજરાતમાં જ PMO ખોલવી જોઈએ

Gujarat Elections 2022 : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા.... પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અશોક ગહલોતના ભાજપ અને AAP પર પ્રહાર કર્યા... કહ્યું, પ્રધાનમંત્રીએ ગુજરાતમાં જ PMO ખોલવી જોઈએ
 

અશોક ગેહલોતે ભાજપને સંભળાવી દીધું, પ્રધાનમંત્રીએ ગુજરાતમાં જ PMO ખોલવી જોઈએ

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતમાં ચૂંટણીનો મહાસંગ્રામ બરાબરનો જામ્યો છે. એક પછી એક નેતાઓ ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. ભાજપે કેન્દ્રીય મંત્રી અને નેતાઓની આખેઆખી ફોજ ગુજરાતની ચૂંટણીના પ્રચારમાં લગાવી દીધી છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહરાજ્યમંત્રી અમિત શાહ સતત ગુજરાતમાં આવી રહ્યાં છે. ત્યારે આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલ ખુદ મેદાનમાં આવ્યા છે. તો કોંગ્રેસના નેતાઓ હવે ગુજરાતમાં પ્રચારમાં આવી રહ્યાં છે. આ વચ્ચે આજે રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતના પ્રચારમાં છે. તેેઓ આજે થરાદમાં સભા સંબોધવાના છે. જે પહેલા તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર વાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ ગુજરાતમાં જ PMO ખોલવી જોઈએ. યૂપીમાં ચૂંટણી જીત્યા પછી તેમણે ગુજરાતમાં ધામા નાંખ્યા છે. 

અશોક ગહલોતે ભાજપ અને AAP પર પ્રહાર કર્યા હતા. ગુજરાતની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ વધ્યા છે. જેનાથી દિલ્હીમાં કામ પર અસર થઇ રહી છે. તેમણે ગુજરાતમાં જ પીએમઓ ખોલવી જોઇએ, જેથી કામમાં તકલીફ ના પડે. યુપી ચૂંટણી જીત્યા બાદ તેમણે ગુજરાતમાં ધામા નાંખ્યા છે. ઈલેક્ટ્રોલ બોન્ડ તેમના હાથમાં છે, તેથી ડરાવી ધમકાવી ફંડ મેળવે છે. લોકશાહી ખતરામાં હોવાનુ એક કારણ ઈલેક્ટોરલ બોન્ડ છે. સરકારી મશીનરીનો દુર ઉપયોગ થઇ રહ્યો છે, સરકારી ખર્ચે કાર્યક્રમ થઇ રહ્યાં છે. તો સાથે જ, ગુજરાતમાં કેજરીવાલના પ્રવાસ થઇ રહ્યા છે, જેઓ પણ મોદીના રસ્તે જ ચાલે છે. 

સાથે જ અશોક ગહલોતે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો કે, કૈલાશનાથન રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્ય કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ મોદીના ભાઈ છે. કેજરીવાલને અહંકાર આવી ગયો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે કોઈ જ કાર્યકર્તા નથી. ગુજરાતમાં AAP ના પેકેજવાળા લોકો કામ કરે છે. AAP ક્યાંથી પૈસા લાવે છે તેની તપાસ થવી જોઈએ. 

અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે, કોરોનામાં ગુજરાત સરકાર બદનામ થતાં આખી સરકાર બદલવાની ફરજ પડી હતી. પહેલાં રસ્તાઓ મુદ્દે રાજસ્થાનની સ્થિતિ ખરાબ હતી, આજે ગુજરાતની સ્થિતિ ખરાબ છે. આઝાદી પહેલાં જ ગુજરાતની સ્થિતિ સારી હતી. 27 વર્ષમાં ગુજરાતની દુર્દશા થઈ છે. દેશના ગામડા સુધી પહોંચેલી એક માત્ર રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસ છે. જો દેશમાં લોકતંત્ર ન હોત તો મોદી વડાપ્રધાન ન બની શકત. કૈલાસનાથન રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્ય કરી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલ તો ભોળા વ્યક્તિ છે. રાજ્યના મુખ્યમંત્રી દેશના પ્રધાનમંત્રી સાથે ઉભા હોય તો પ્રદેશની જનતાને સારું લાગે. પરંતું ગુજરાતમાં મુખ્યમંત્રી પ્રધાનમંત્રીની ગાડીની પાછળ ચાલે છે. 

             

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news