Gujarat Highcourt On Slaughter House : રાજ્યમાં ચાલતા ગેરકાયદે રીતે ધમધમતા કતલખાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી. ગેરકાયદે ચાલતા કતલખાના પર હાઇકોર્ટે મોટો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, લાયસન્સ વિનાની તમામ દુકાનો બંધ કરો. સીલિંગ કાર્યવાહી કરવાની હોઈ તો ટીમ બનાવો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AMC ની કાર્યવાહી સામે ગુજરાત હાઈકોર્ટે આકરી ટીકા કરી છે. ટકોર કરતા હાઈકોર્ટે એએમસીને કહ્યું કે, ફરિયાદો આવી છે એમાંથી હજૂ પણ કેટલીક દુકાનો ચાલુ છે. Amc કામ કરો.. સ્વાસ્થય સાથે ચેડા કેમ ચલાવી લેવા. અધિકારીઓના કાગળ પર જવાબ નહીં કામ બતાવો. ગેરકાયદે કતલખાના મૂદ્દે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો. AMC એ 25 દુકાનો સીલ કરવામાં આવી હોવાનો જવાબ રજૂ કર્યો. સાથે જ કહ્યુ કે, આજ સાંજથી  AMCની ટીમ કાર્યવાહી કરશે. તો આ મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે, સુરત મનપાની ટીમ તો પાણીમાં બેસી ગઈ છે. સુરત મનપા કોઈ કાર્યવાહી જ નથી કરી રહી. આમ, રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા કતલખાના મુદ્દે હાઇકોર્ટ મપનાની કામગીરી પર ઉધડો લીધો હતો. 


આ પણ વાંચો : 


રાજકોટમાં હાર્ટએટેકથી 2 યુવકના મોત : એકનું ક્રિકેટ અને બીજાનું ફૂટબોલ રમતા મોત થયું


આ પહેલા પણ રખડતા ઢોરની અરજી બાદ રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. 


ઉલ્લેનીય છે કે, ગુજરાતમાં બેધડક ચાલતા કતલખાના પર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 12 જેટલા કતલખાનાને લાયસન્સ અપાયું છે. છતાં એક આંકડા મુજબ, લગભગ 354 જેટલા કતલખાના ધમધમે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકાર ગેરકાયદેસર કતલખાના સામે કાર્યવાહી કરતી ન હોવાનો અરજીમાં અરજદારે દાવો કર્યો હતો. 


તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ દ્વારા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા પણ તમામ ગેરકાયદે દુકાનો સીલ કરવા આદેશો કરાયા છે. ૨૯૭ માંથી ૬૩ દુકાનો-કતલખાના જ સીલ કરાયા હોવાનું કોર્ટે નોંધ્યું. 700થી વધુ દુકાનોમાંથી 297 દુકાનો પાસે લાયસન્સ ન હોવાનો સરકારે જવાબ આપ્યો. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે, આ કાર્યવાહીથી અમે સંતુષ્ટ નથી. સરકાર વિસ્તૃત જવાબ ફાઈલ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો. 


આ પણ વાંચો : 


ભાજપની ભરોસાની સરકારે 22 મો પાડો જણ્યો, પેપરલીક પર જિગ્નેશ મેવાણીએ સરકારને સંભળાવ્યુ


પેપરલીકમાં પ્રિન્ટીંગ પ્રેસ પર ઠીકરું ફોડાયું, પણ સરકાર કેમ છાવરે છે પંચાયત મંડળને?