ચિંતન ભોગાયતા/અમદાવાદ :આજે ભારતનો સ્વતંત્રતા દિવસ છે. તો ગઈકાલે 14 ઓગસ્ટે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ હતો. સરહદો પર લકીર ખેંચીને આ બંને દેશો આ દિવસોએ અલગ થયા હતા. આઝાદ પાકિસ્તાનનું સુકાન મહંમદ અલી ઝીણાના હાથમાં સોંપાયુ હતું. પાકિસ્તાનને અલગ કરવામાં ઝીણાનો મોટો રોલ હતો. ઝીણાએ પાકિસ્તાનમાં ગાંધીજી જેવા પ્રખ્યાત છે. પણ, શું તમને ખબર છે કે પાકિસ્તાનના આ પિતામહને ગુજરાતના એક મહારાજાએ હંફાવ્યા હતા. તેમણે ઝીણાને પોતાના વિસ્તારમાં પ્રવેશવા ન દીધા હતા. જેનાથી ઝીણા પણ અકળાઈ ગયા હતા. આખરે કયા રાજવી હતા, જેમણએ ઝીણાને પોતાના વતનમાં દાખલ થતાં અટકાવ્યા હતા? આ કિસ્સો છે એક રાજાની ખુમારીનો, એમની પ્રજા માટે કંઈ પણ કરી છૂટવા માટેની તૈયારીનો. આવો જોઈએ એ સમયની વાત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એ સમયની વાત છે જ્યારે આપણો દેશ આઝાદ ન હોતો થયો. વાત છે ગોંડલની. રાજવી કાળમાં ગોંડલમાં ક્યારેય કોમી તોફાન થયાં નહોતાં. તો બીજી બાજુ જુનાગઢ એવી રિયાસત હતી, જ્યાં અવારનવાર કોમી તોફાનો થતાં. ધોરાજીમાં મુસ્લિમ વધારે એટલે એક વખત જૂનાગઢનાં તોફાનોની અસર ધોરાજીમાં પણ થઈ હતી. ત્યારે ગોંડલના મહારાજાને ખબર પડી કે તરત તેઓ ધોરાજી પહોંચી ગયા અને ઉશ્કેરાટને દાબી દીધો. આ હતા મહારાજા સર ભગવતસિંહજી.


આ પણ વાંચો : સુરતના યુવકે 2 લાખના ખર્ચે કારને તિરંગાથી રંગી, PM ને મળવા કાર લઈને દિલ્હી પહોંચ્યો


ગોંડલ રાજ્યના મામલામાં જૂનાગઢના મુસ્લિમોએ વધારે રસ લીધો હતો અને શક્તિબળ દેખાડવાનું વિચાર્યું. ત્યારે મુસ્લિમ લીગના પ્રમુખ કાયદે આઝમ મહમ્મદઅલી ઝીણાને ગોંડલ રાજ્યની મુલાકાત લેવા આમંત્રણ અપાયું. આવામાં ગોંડલમાં ઉત્તેજના ફેલાઈ, ઝીણાના સ્વાગત માટે ગોંડલ રાજ્યમાં મુસ્લિમ બિરાદરો થનગની રહ્યા હતા. ઝીણા જૂનાગઢ થઈને ગોંડલ આવવાના હતા. ઝીણાનું કાઠિયાવાડમાં આગમન થતાં કેટલાક સ્થળે લોકલાગણી દુભાવે તેવાં સૂત્રો પોકારતાં સરઘસો નીકળવા લાગ્યાં હતાં. મહારાજાને વાતાવરણ યોગ્ય ન લાગ્યું. એટલે એમણે એક મક્કમ નિર્ણય લીધો.


ગોંડલ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગોંડલ રાજ્યની હદ શરૂ થતી હતી એ રેલવે લાઈનના સ્થળે મોકલી આપ્યા. ઝીણાની ટ્રેન આવતી હતી તે ટ્રેન ગોંડલમાં પ્રવેશે તે પહેલાં જ અટકાવી લેવાઈ અને સંદેશો પહોંચાડાયો.


આ પણ વાંચો : સરકારી કર્મચારીઓને ગુજરાત સરકારે આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થાની કરી જાહેરાત


અમલદાર અને ઝીણા વચ્ચેની વાતચીત 


  • અમલદાર - તમને ગોંડલમાં પ્રવેશ નહીં મળી શકે અને જો તમારે આવવું હોય તો મંજૂરી લેવી પડશે.

  • ઝીણા - મારા જ વતનમાં મને દાખલ થતાં અટકાવનાર રાજવી છે કોણ? હું પરવાનગી નહીં લઉં.

  • અમલદાર - તો આપની ટ્રેન આગળ નહીં વધી શકે.

  • ઝીણા  - તો હું મોટરમાર્ગે જઈશ.

  • અમલદાર - તો તમારી ધરપકડ થશે.

  • ઝીણા - હું કોઈ ગુનેગાર છું?

  • અમલદાર - આપના આગમનથી ગોંડલ રાજ્યમાં કોમી ઉશ્કેરણી ફેલાવાની દહેશત છે. તકેદારીના ભાગરૂપે વ્યવસ્થા જાળવવાની ફરજ પડી છે.

  • ઝીણા - હું તો ગોંડલના મોટા પાનેલીનો છું. મારે કોની મંજૂરી લેવાની હોય?

  • અમલદાર - આપને તેના જરૂરી પુરાવા આપવા પડશે. અત્યારે આપ મુંબઈ વસવાટ કરો છો. એટલે કાયદાકીય રીતે તમે બ્રિટિશ હિંદના નાગરિક કહેવાઓ. કોઈ વ્યક્તિ બે રાજ્યમાં નાગરિક ન હોય.


 આ પણ વાંચો : આ જાહેરાતોથી ખુશ થઈ જશે ગુજરાતીઓ, સરકારે સ્વતંત્રતા પર્વએ લીધા મોટા નર્ણયો 


આમ, મહમદ અલી ઝીણાને કોઈ પણ સંજોગોમાં ગોંડલમાં પ્રવેશવું હતું. એટલે એમણે નવો પાસો ફેંક્યો. પણ એમની રમત ના ચાલી અને ઉલટા પોતે જ તેમાં ફસાઈ ગયા. તેમણે અમલદારને કહ્યુ કે, ગોંડલ રાજ્યના લોકો મારા આગમનની આતુરતાપૂર્વક રાહ જુએ છે. હું ગોંડલ નહીં આવું તો લોકોમાં ઉશ્કેરાટ ફેલાશે.



ત્યારે અમલદારે જવાબ આપ્યો કે, આપને અટકાવવાનો કોઈ ઈરાદો નથી. આપ કોઈ ઉશ્કેરણીજનક ભાષણ સભા કે સરઘસમાં ભાગ નહીં લો તેમજ કોઈ રાજદ્રોહી પ્રવૃત્તિમાં નહીં જોડાઓ એવી ખાતરી આપતી અરજી કરો તો તરત પ્રવેશ મળશે. રાજ્ય તમારી મહેમાનગતિ પણ કરશે.


આ પણ વાંચો : જો તમારું બાળક BTS નું ફેન છે તો ચેતી જજો, સુરતની ચાર દીકરીઓ ઘર છોડી નીકળી પડી


આવામાં ઝીણા પોતે જ ફસાઈ ગયા. કારણ કે, તેઓ આવી બાંહેધરી આપી શકે તેમ નહોતા. કેમ કે, એમના આગમન પાછળનું પ્રયોજન તો કંઈક જુદું જ હતું. આખરે ઝીણાને ગોંડલ સરહદથી પાછા વળવું પડ્યું. ગોંડલમાં એમને પ્રવેશ ન મળ્યો તે ન જ મળ્યો. એક રાજાએ પોતાના રાજ્યને બચાવી લીધું અને ઝીણાને પોતાના જ વતનમાં ઉશ્કેરણી ફેલાવતા અટકાવી દીધા. 


મહારાજા સર ભગવતસિંહજીએ ઝીણા મુસ્લિમ લીગવાદી કે કોમવાદી હોવાના કારણે નહોતા રોક્યા, પરંતુ એમના આવવાથી ગોંડલ રાજ્યમાં કોમી ઉશ્કેરાટ પ્રસરશે એવી શક્યતાના કારણે રોક્યા હતા. ઝીણાને ગોંડલમાં પ્રવેશ પર પાબંદીનો ઉલ્લેખ રાજેન્દ્ર દવે લિખિત ‘ભગવદ્દ ગુણ ભંડાર’માં કરવામાં આવ્યો છે. આ હતી મહારાજા સર ભગવતસિંહજીની પોતાના રાજ્યની પ્રજાના હિત માટેના મક્કમ નિર્ધારની કહાની, જેમણે ઝીણાને પોતાના જ ઘરમાં પ્રવેશ ના આપ્યો, ઝીણાને ગોંડલની હદમાં પગ ના મૂકવા દીધો.