Gujarat Weather Forecast : હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે અને હવે ચોમાસું બરાબરનું જામ્યું છે. ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ એક્ટિવ થતા હવે વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે હાલ માટે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. સવારે 7 વાગ્યાથી ત્રણ કલાક માટે વરસાદની આગાહી છે. જેમાં સુરત, તાપી, નવસારી, વલસાડ અને, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો ભરૂચ અને નર્મદામાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં વરસાદ પડશે. પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લીમાં આગાહી છે. તો ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજની શુ સ્થિતિ છે
વરસાદી વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની આગાહી આવી છે. હજી પણ મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે. હાલ ગુજરાત પર બે સિસ્ટમ કાર્યરત છે, આ બે સિસ્ટમના કારણે રાજ્યમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. આગામી 24 કલાક દરમ્યાન મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે હજીપણ રેડ એલર્ટની ચેતવણી છે, અહીં અતિભારે વરસાદ આવી શકે છે. તો સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. પરંતું 24 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ નહીં રહે. રાજ્યભરમાં ઠંડર સ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે. આ કારણે માછીમારોએ 4 દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદને કારણે વરસાદની ઘટ પૂર્ણ થઈ છે. રાજ્યમાં હાલ સામાન્ય કરતા 28 ટકા વધારે વરસાદ નોંધાયો છે. તો ગુજરાત રીજીયનમાં 1 ટકા વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્રમાં પણ 65 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 


વડોદરામાં વિશ્વામિત્રીમાં પૂરથી તબાહી : નદી પાસે ભરાયેલા પાણીનો ડ્રોન વીડિયો ભયાનક


આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, આજે ચંદ્રયોગ વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે. આજે સવારે રાજ્યમાં વરસાદ થતા આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. આવતીકાલે સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે. આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને, કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે. 22-23 જુલાઈએ ગ્રહોના યોગને જોતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નદીના જળ સ્તર વધી શકે છે. જેમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. 24-25 જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે. તો 2 થી 5 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ રહેશે.


તલાકની ચર્ચા વચ્ચે વાયરલ થઈ ઐશ્વર્યા-અભિષેકના લગ્નની તસવીરો, પહેલીવાર વેડિંગ આલ્બમમાંથી બહાર આવી


તો હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી શું કહે છે તે પણ જાણીએ. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ કહે છે કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજી પણ અત્યંત ભારેથી ભારે વરસાદ રહેશે. ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હાલ ગુજરાતમાં સરક્યુલેશન સિયર ઝોન અને ઑફશોર ટ્રફ સક્રિય થતા વરસાદના યોગ સર્જાયા છે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, સુરત  તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી બે દિવસ અમદાવાદમાં યેલો અલર્ટ રહેશે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો 38 ટકા વરસાદ વધુ રહ્યો. ઉત્તર ગુજરાતમાં હાલ 20 થી 59 ટકા વરસાદની ઘટ છે. 


જુલાઈના અંતમાં આવશે વરસાદ
પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના  ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.


કુદરતનો કાળો કહેર... પહાડો પર આફતનો વરસાદ... ઉત્તરાખંડ-હિમાચલમાં પૂરના કોહરામથી વધ્યું સંકટ