કુદરતનો કાળો કહેર... પહાડો પર આફતનો વરસાદ... ઉત્તરાખંડ-હિમાચલમાં પૂરના કોહરામથી વધ્યું સંકટ

IMD Alert : દેશના અનેક રાજ્યોમાં અત્યારે આફતનો વરસાદ વરસી રહ્યો છે... તો પહાડી રાજ્યોમાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ છે... હિમાચલ પ્રદેશના મનાલીમાં ફ્લેશ ફ્લડે લોકોની મુશ્કેલી વધારી... તો ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી... જેના કારણે લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે... ત્યારે કયા રાજ્યમાં કેવો છે કુદરતનો કહેર? જોઈશું આ રિપોર્ટમાં... 

1/8
image

ક્યાંક લેન્ડસ્લાઈડ, ક્યાંક ઝરણાંનું રૌદ્ર રૂપ, ક્યાંક વાદળ ફાટ્યું, ક્યાંક નથી ઓસર્યા પૂરના પાણી  

2/8
image

આ તમામ દ્રશ્યો ભારતના અનેક રાજ્યોમાં કુદરતના ક્રૂર મિજાજના છે... જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે અનરાધાર વરસાદ પહાડી રાજ્યો પર આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે.  

3/8
image

પહાડી રાજ્ય ઉત્તરાખંડના પિથૌરાગઢના દ્રશ્યો ભારે વરસાદ બાદ બિહામણા બન્યા છે. અહીંયા મુનશ્યારી સડક માર્ગ પર નાચનીની નજીક પહાડનો મોટો હિસ્સો નીચે ધસી આવ્યો. જેના કારણે અવર-જવરનો રસ્તો બંધ થઈ ગયો છે.

4/8
image

તો હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદથી ચંબામાં ઝરણાએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું. જેના કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનો માંડ-માંડ બચ્યા છે. લગભગ 3 કલાક સુધી વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા..   

5/8
image

હિમાચલ પ્રદેશમાં ચોમાસાામાં સામાન્યથી 38 ટકા વરસાદ નોંધાયો... પરંતુ બુધવારની રાત્રે વિનાશક વરસાદ અન પૂરથી મનાલીમાં ફ્લેશ ફ્લડ આવી ગયુ... જેના કારણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર પથ્થરો જ પથ્થરો જોવા મળી રહ્યો છે... અને પાણીનો પ્રવાહ પણ તેજ હોવાથી લેહ-મનાલી હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે....

6/8
image

ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં ભોલેનાથ કોલોનીમાં ભારે વરસાદના કારણે ભરાયેલું પાણી હજુ ઓસર્યુ નથી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને કંઈપણ સામાન લાવવો હોય તો તેના માટે હોડીની મદદ લેવી પડે છે...   

7/8
image

મધ્ય પ્રદેશના કટનીમાં છેલ્લાં 48 કલાકથી વરસાદ વરસી રહ્યો છે.. જેના કારણે 2 ડઝન જેટલાં ગામડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે... તો રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં ટ્રેન વ્યવહારને ભારે અસર પહોંચી છે....

8/8
image

હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે... તો અનેક રાજ્યોમાં લેન્ડ સ્લાઈડની પણ શક્યતા વ્યક્ત કરી છે... ત્યારે આ રાજ્યના લોકોએ ભારે સાવધાની રાખવી જરૂરી છે... કેમકે તમારી નાની અમથી બેદરકારી જીવને જોખમમાં મૂકી શકે છે.