દ્વારકા : 42 ગામો વચ્ચે આવેલ દ્વારકા તાલુકાની એકમાત્ર અદ્યતન સિવિલ હોસ્પિટલમાં પૂરતી સેવાઓ અને મેડિકલ સામગ્રીઓ તો છે પરંતુ પૂરતા તબીબો દ્વારકાની અદ્યતન હોસ્પિટલમાં નહી આવતા દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં દીવા તળે અંધારું થયું છે. દ્વારકાની સિવિલ હોસ્પિટલ દ્વારકા તાલુકાના લોકો માટે શોભાના ગાંઠીયા સમાન બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખરે હિસાબ થયો....કોરોનાની બે લહેરમાં સુરત પાલિકાને કેટલો ખર્ચ થયો, સામે કેટલી ગ્રાન્ટ મળી?


ચારધામ પૈકીનું એક ધામ એટલે દ્વારકા. દરરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. 42 ગામો પૈકીનું એક દ્વારકામાં સિવિલ હોસ્પિટલ આવેલ હોવાથી હર હંમેશ માટે ત્યાં ભીડ રહેતી હોય છે. પરંતુ દ્વારકા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાથી યાત્રિકો તેમજ સ્થાનિકોને સારવારની મુશ્કેલી પડતી હોય છે. 2014 માં દ્વારકા સિવિલ હોસ્પિટલનું રૂપિયા 4.7 કરોડના ખર્ચે અધતન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલને અધતન સાધનો સાથે અપડેટ કરવામાં આવી હતી. પરંતુ કરોડોના ખર્ચે અને અધતન સામગ્રી હોવા છતાં દ્વારકાની સિવિલ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. કારણકે અહીં છ ક્લાસ વન ડોક્ટરોની જગ્યામાં ફક્ત એક ડોક્ટર હાજર છે. 


હું મારી જાતને ભાગ્યશાળી માનું છું, મને ગાંધી આશ્રમ ખૂબ જ ગમ્યો, ફરી આવવાની મારી ઈચ્છા છેઃ સલમાન ખાન


ક્લાસ ટુ ડોક્ટરની ચાર જગ્યા હોવા છતાં ફક્ત બે ડોક્ટર હાજર છે. એક એક્સરે ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, બાળકના રોગના ડોક્ટર, સ્ત્રી રોગના ડોકટર તથા અન્ય જગ્યાઓ છેલ્લા છ વર્ષ થયાં ખાલી પડી રહી છે. કોરોના સમયે અહીં 200 તથા 250 લિટરના ઓક્સિજન પ્લાન્ટ સાથે 50 બેડની કોરોના દર્દીઓ માટે વ્યવસ્થાઓ પણ આવેલી છે. પરંતુ ડોક્ટર ન હોવાથી દર્દીઓને દ્વારકાથી જામનગર દોઢસો કિલોમીટર દૂર જવું પડે છે. અહીં મોટું બંદર હોવાથી તથા યાત્રિકોનું ઘસારો રહેવાથી અનેક અકસ્માતમાં મોત પણ થતી હોય છે. પરંતું મૃતકનું પોસ્ટમોર્ટમ કરવા માટે પણ દ્વારકામાં ડોક્ટર ન હોવાથી  જામનગર સુધી લંબાવું પડે છે. અહીના સ્થાનિક આગેવાનો સેવાભાવી સંસ્થાઓએ ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી ડોક્ટરોની ફાળવણી થઈ નથી. જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube