હું મારી જાતને ભાગ્યશાળી માનું છું, મને ગાંધી આશ્રમ ખૂબ જ ગમ્યો, ફરી આવવાની મારી ઈચ્છા છેઃ સલમાન ખાન

બોલિવુડ અભિનેતા સલમાન ખાન આજે અમદાવાદના મહેમાન બન્યા છે. સલમાન ખાન અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. જાણવા મળી રહ્યું છે કે બોલિવુડ અભિનેતા સલમાન ખાન પોતાની નવી ફિલ્મ 'અંતિમ'ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા છે. કોરોના મહામારી બાદ પ્રથમવાર બોલિવુડ ભાઈજાન ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત મુલાકાતે આવ્યા છે. 

Updated By: Nov 29, 2021, 02:13 PM IST
હું મારી જાતને ભાગ્યશાળી માનું છું, મને ગાંધી આશ્રમ ખૂબ જ ગમ્યો, ફરી આવવાની મારી ઈચ્છા છેઃ સલમાન ખાન

ગૌરવ પટેલ/અમદાવાદ: બોલિવુડ અભિનેતા સલમાન ખાન આજે અમદાવાદના મહેમાન બન્યા છે. સલમાન ખાન અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. જાણવા મળી રહ્યું છે કે બોલિવુડ અભિનેતા સલમાન ખાન પોતાની નવી ફિલ્મ 'અંતિમ'ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા છે. કોરોના મહામારી બાદ પ્રથમવાર બોલિવુડ ભાઈજાન ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત મુલાકાતે આવ્યા છે. અભિનેતા સલમાન ખાન અમદાવાદની મુલાકાતે આવ્યા છે,  ત્યારે આજે તેમને ફિલ્મના પ્રમોશન દરમિયાન સાબરમતી આશ્રમની મુલાકાત લીધી છે. આ મુલાકાતમાં તેમણે રેંટિયો ચલાવ્યો હતો. સલમાનખાન શહેરમાં પહોંચતાં જ ગાંધી આશ્રમ પાસે ચાહકોના ટોળે ઉમટ્યાં હતાં.

બોલિવુડની અપકમિંગ ફિલ્મ 'અંતિમ'ના પ્રમોશન માટે ભાઈજાન અમદાવાદમાં આવ્યા હતા, ત્યારે ZEE 24 કલાક સાથે સલમાન ખાનની EXCLUSIVE વાત થઈ હતી. સલમાન ખાને જણાવ્યું હતું કે- ચરખા ચલાના શીખ લીયા, હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. મને ગાંધી આશ્રમ ખૂબ જ ગમ્યો. ગાંધી આશ્રમમાં ફરી આવવાની મારી ઈચ્છા છે. હું ક્યારેય આ પવિત્ર જગ્યાને નહીં ભૂલું. 

No description available.

સલમાન ખાને આશ્રમની વિઝિટર બુકમાં એક સંદેશ લખ્યો હતો. અહીં આવીને હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. મને આ જગ્યા ખૂબ જ ગમી. અહીં આવવું મોટું સન્માન છે. હું ક્યારેય આ જગ્યાને નહીં ભૂલું. ચરખા પર પહેલીવાર હાથ અજમાવવો ખૂબ જ અદભુત અનુભવ રહ્યો. પરમાત્મા ગાંધીજીની આત્માને શાંતિ આપે. હું અહીં આવવા માગીશ અને વધુ શીખવા માગીશ.

No description available.

બોલિવુડ અભિનેતા સલમાન ખાનની નવી ફિલ્મ 'અંતિમ' વિશે?

બોલિવુડ અભિનેતા સલમાન ખાન અને આયુષ શર્માની આ ફિલ્મ 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ' એક મરાઠી ફિલ્મ 'મુળશી પેટર્ન'ની રિમેક છે. આ ફિલ્મથી ગુજરાતી એક્ટ્રેસ મહિમા મકવાણાએ ડેબ્યુ કર્યું છે. ફિલ્મમાં સલમાન ખાન પોલીસના અવતારમાં છે અને નીડર સરદારની ભૂમિકામાં છે. સલમાનને પોતાનો શર્ટ ફાડીને ગુંડાઓને મારતો બતાવાયો છે. ફિલ્મમાં આયુષ શર્મા અને મહિમા મકવાણાની લવ કેમેસ્ટ્રી છે. આ ફિલ્મથી એક્ટ્રેસ મહિમા મકવાણાએ ડેબ્યુ કર્યું છે. 

આ ફિલ્મ નાના શહેરના યુવક રાહુલ (આયુષ શર્મા)ની કહાની છે, જે પૂનાનો ખતરનાક ભૂ-માફિયાઓ પૈકીનો એક બની જાય છે. તે ઘણાં દુશ્મનો બનાવે છે અને કાયદો તોડે છે. ત્યારે તેની સામે ઈન્સ્પેક્ટર રાજવીર સિંહ (સલમાન ખાન) અડચણરૂપ બને છે જે શહેરનો સંપૂર્ણ ક્રાઈમ ખતમ કરવા માગે છે. આયુષ શર્મા મજબૂત બોડી સાથે જોવા મળી રહ્યો છે અને સલમાન ખાન સાથે બોન્ડિંગ બનાવવાના પ્રયાસ કરે છે.

No description available.

સલમાન ખાનની નવી ફિલ્મ 'અંતિમ' મનોરંજક ફિલ્મ છે. ફિલ્મમાં એક્શન કરતા વધારે ડાયલોગબાજી છે, જે કહાનીમાં અડચણરૂપ જોવા મળી રહી છે. ઈન્ટરવલ પહેલા મોટા ટ્વિસ્ટ છે જે ઈન્ટરવલ પછી તમામ પાત્રો માટેની ગતિ બનાવી રાખવામાં મદદ કરે છે. ફિલ્મમાં હોશિયારીપૂર્વક ગ્રામીણ અને શહેરી મહારાષ્ટ્ર રજૂ કર્યું છે. પોપ્યુલર મરાઠી એક્ટર્સે ફિલ્મને વધારે મજબૂત કરી છે. છતાં ફિલ્મમાં એક જેવા સંઘર્ષને વારંવાર દેખાડાયા છે. સાથે જ ફિલ્મમાં ચારેય ગીતો જબરદસ્ત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube