RTO New Rule: ઝી બ્યુરો/અમદાવાદ: નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં હવે નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ મળશે. નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. RTO પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 14 મી સપ્ટેમ્બરથી નવા નિયમનો અમલ થશે. હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ લગાડવાનું કામ ડીલર જ કરશે. જેના કારણે હવે વાહન ચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયુષ્માન કાર્ડમાં આબરૂની ધૂળધાણી: સરકારે કરવા પડ્યા ખુલાસા, સરકારી તિજોરી ખંખેરાઈ 


નવા નિયમ પ્રમાણે, શોરૂમમાંથી વાહન ખરીદતા ત્યાં જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. નંબર પ્લેટ લાગ્યા વગર શોરૂમમાંથી વાહન નીકળી શકશે નહીં અને જો નંબર પ્લેટ લાગ્યા વગરના વાહનો બહાર ફરતા જોવા મળશે તો ડીલર પર કાર્યવાહી થશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. જેમાં સસ્પેનશન તેમજ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય તો ફરિયાદ સહિતની કાર્યવાહી થશે.


મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત; બસ-ટ્રક ધડાકાભેર અથડાયા, માંડ માંડ 25 બચ્યા


અગાઉ કોઈ પણ વ્યક્તિ વાહન ખરીદે તો ડીલરો પાસેથી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. પરંતુ હવે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આરટીઓ પાસેથી કામ લઈને ડીલરને સોંપતા આ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.


કરોડો ગુજરાતીઓના શ્વાસ થંભાવી દેશે આ વાત! વરસાદને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી


હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલરે જ કરવાની રહેશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે. નિયમમાં ફેરફાર થવાથી નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે, તેમજ વાહનમાલિકોને આરટીઓ કચેરી આવવામાંથી મુક્તિ મળશે. ડીલર કક્ષાએથી નંબર ફાળવણી થયા બાદ આરટીઓમાંથી દસ્તાવેજોની ચકાસણી અને કાયદા મુજબ ફી અને ટેક્સ ભર્યો છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે.


VIDEO: પ્લેનના ટોયલેટને કપલે બેડરૂમ બનાવી દીધો, કપલનો સંબંધો બનાવતો વીડિયો વાયરલ