ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોડબ્રેક જીત હાસલ કરી છે. ત્યારબાદ રાજ્યમાં નવી સરકારના મંત્રીઓએ કાર્યભાર પણ સંભાળી લીધો છે. હવે આ દિશામાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. જેમાં વિધાનસભામાં એક મુખ્ય દંડક અને 4 નાયબ દંડકની નિમણૂક કરાઈ છે. ભાજપના 4 નાયબ દંડકને ઝોન વાઈઝ મોટી જવાબદારી સોંપાઈ છે. જેમાં કૌશિક વેકરીયાને સૌરાષ્ટ્ર, વિજય પટેલને દક્ષિણ, રમણ સોલંકીને મધ્ય અને જગદીશ મકવાણાને ઉત્તર ઝોનની જવાબદારી સોંપાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ભાજપ પક્ષના 4 નાયબ દંડકને ઝોન વાઈઝ જવાબદારી સોંપવામાં આવતા જે તે ઝોનના ધારાસભ્યોની જવાબદારી ઝોનના દંડકની રહેશે. જેમાં વડોદરાના બાલકૃષ્ણ શુક્લની મુખ્ય દંડક તરીકે નિમણૂક કરાઈ છે. આ સિવાય ડાંગના વિજય પટેલ, બોરસદના રમણ સોલંકી, અમરેલીના કૌશિક વેકરિયા અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાની નાયબ મુખ્ય દંડક તરીકે નિમણૂક કરાઈ છે. 


રાજકોટની 9 વર્ષની હિરવા અજય દેવગન સાથે સ્ક્રીન પર ચમકશે,સિરિયલોમાં કરી ચૂકી છે અભિનય


મહત્વનું છે કે, ભાજપના 4 નાયબ દંડકને સોંપાયા બાદ દરેક ધારાસભ્યોને સાંભળવા અને તેમના પ્રશ્નોનું સરકાર સમક્ષ વાત કરવી તથા ધારાસભ્યોને કોઈ મુશ્કેલી ન પડે એ માટેની વિચારણા હવે ભાજપ દ્વારા કરવામાં આવી છે. તેના કારણે વિધાનસભા પક્ષના 4 નાયબ દંડક પણ નિમવામાં આવ્યા છે. 


પેટ્રોલ-ડીઝલ કે લાઈટ નહીં, હવે 'હવા' થી ચાલશે વાહનો! ગુજરાતમાં એક જ નવો જ અવિષ્કાર