રાજકોટની 9 વર્ષની હિરવા અજય દેવગન સાથે સ્ક્રીન પર ચમકશે, સિરિયલોમાં કરી ચૂકી છે શાનદાર અભિનય

હિરવા ત્રિવેદી નામની આ લીટલ સ્ટાર ભોલાનું શૂટિંગ પૂર્ણ કરી રાજકોટ આવી હતી, ત્યારે તેને ઝી ૨૪ કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અજય દેવગનની ભોલા નામની ફિલ્મ આગામી 30 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે.

રાજકોટની 9 વર્ષની હિરવા અજય દેવગન સાથે સ્ક્રીન પર ચમકશે, સિરિયલોમાં કરી ચૂકી છે શાનદાર અભિનય

રાજકોટ: રાજકોટની એક નવ વર્ષની બાળકી કે જે અત્યાર સુધીમાં ચાર સિરિયલમાં રોલ કરી ચૂકી છે અને હવે તે આગામી દિવસોમાં ભોલા નામની અજય દેવગનની ફિલ્મમાં જોવા મળશે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, હિરવા ત્રિવેદી નામની આ લીટલ સ્ટાર ભોલાનું શૂટિંગ પૂર્ણ કરી રાજકોટ આવી હતી, ત્યારે તેને ઝી ૨૪ કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અજય દેવગનની ભોલા નામની ફિલ્મ આગામી 30 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે. મને અજય દેવગન સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી અને મારું પહેલાથી જ સપનું હતું કે હું ફિલ્મમાં કામ કરવાની તક મળે, જે મારું સપનું નાની ઉંમરમાં જ પૂર્ણ થઈ ગયું. 

તેણે વધુમાં જણાવ્યું હતું કે, હું ધોરણ ચારમાં અભ્યાસ કરું છું અને સાથે સાથે શૂટિંગ માટે પણ સમય ફાળવું છું. ભોલા નામની ફિલ્મમાં મારો રોલ જ્યોતિ તરીકે છે. મારો ફેવરેટ હીરો અક્ષય કુમાર છે અને ફેવરિટ હિરોઈન આલિયા ભટ્ટ છે. મેં અગાઉ દિલ જેસે ધડકે ધડકને દો, ગૂમ હે કિસી કે પ્યાર મેં સહિતની ચાર સિરિયલમાં કામ કરી ચૂકી છું. 

હીરવાના પિતાએ જણાવ્યું હતું કે, અમારા સમગ્ર પરિવારમાં અત્યારે ખૂબ જ ખુશીનો માહોલ છે કે હિરવાને નાની ઉંમરમાં અજય દેવગન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી છે અને સાથો સાથ અમે તેનું ભણતર પણ ન બગડે તે માટેની પૂરે તકેદારી રાખીએ છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news