ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 દર્દીને રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 268 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 58 કેસ નોંધાયા છે. તેમજ આજે 23 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો એક્ટિવ કેસની સંખ્યા 268 પર પહોંચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની મોટી આગાહી:આ તારીખો નોંધવી હોય તો નોંધી લેજો,આ જિલ્લાઓમાં હવે ધબધબાટી


કોરોનાની કેસની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 30, રાજકોટ શહેરમાં 4, ભાવનગર શહેરમાં 4, વડોદરામાં 4, અમરેલીમાં 3, મહેસાણામાં 2, સુરત ગ્રામ્યમાં 2, સુરત શહેરમાં 2, અમદાવાદ ગ્રામ્યમાં 1, ભાવનગર ગ્રામ્યમાં 1, ગાંધીનગર શહેરમાં 1, ગીર સોમનાથમાં 1, પોરબંદરમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 1 અને સાબરકાંઠામાં 1 કોરોનાનો કેસ સામે આવ્યો છે.


લવ મેરેજ કે અરેન્જ મેરેજ? જીવન આખુ આદ્યાત્મિકતાથી ભરેલું, પત્નીએ આ રીતે કહ્યુ અલવિદા


રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 268 પર પહોંચ્યો છે. આ પૈકી 05 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 263 છે, જ્યારે અત્યાર સુધીમાં 12,66,759 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત થયા છે.


ખાલીસ્તાની દ્વારા ધમકી મામલે મોટા ખુલાસા, સામે આવ્યું MP કનેક્શન, 186 સિમકાર્ડ જપ્ત


આજે રાજ્યમાં કુલ 1052 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 12.80 કરોડથી વધુ ડોઝ અપાયા છે. તેમજ રાજ્યમાં કોરોના સામે સાજા થવાનો દર 99.11 ટકા પહોંચી ગયો છે જે રાહતની વાત છે.