Makar Sankranti 2023: ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે દિવસ સારો રહેવાની આગાહી કરાઈ છે. ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે. એવામાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે પતંગ ચગાવવા માટે સવાર બાદ દિવસ દરમિયાન પવન મોટાભાગે સારો રહેશે તેવી આગાહી કરી છે. જે દિવસ દરમિયાન એવરેજ 8-10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં (Gujarat) કાતિલ ઠંડી (Cold Wave) પડી રહી છે. રાજ્યના હવામાન વિભાગે (Meteorological Department) હજુ 48 કલાક કડકડતી ઠંડી પડશે તેવી આગાહી (Forecast) કરી છે. ત્યારે સૌ કોઈના મનમાં પ્રશ્ન છે કે મકરસંક્રાતિના દિવસે વાતાવરણ કેવું રહેશે? પવનની ઝડપ કેવી રહેશે? શું આસાનીથી પતંગ ચગાવી શકાશે. તો તમને કહી દઈએ કે આ વર્ષે વાતાવરણ ઉત્તરાયણમાં પતંગરસિયાઓને મજા પડશે. 


ગુજરાતમાં અહીં 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો, આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે


ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે?
ઉત્તરાયણના દિવસે સવારે ઠંડી રહેશે. સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઉત્તર પૂર્વનો પવન રહેવાની શક્યતા રહેલી છે. એટલે ઈશાન ખૂણે પવન રહેશે. સવારમાં પવનની ગતિ થોડી ઝડપી રહેશે. બપોર સુધી 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે. બપોર બાદ ધીમો પડશે. રાતે સ્પીડમાં પવન ફૂંકાશે. 


પેટ્રોલ-ડીઝલ કે લાઈટ નહીં, હવે 'હવા' થી ચાલશે વાહનો! ગુજરાતમાં એક જ નવો જ અવિષ્કાર


15મી જાન્યુઆરીના દિવસે પવન કેવો રહેશે?
વાસી ઉત્તરાયણ તા. 15મી જાન્યુઆરીના દિવસે પવન 10થી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. લગભગ સવારથી બપોરના સુધી પવન રહેશે. ત્યાર બાદ સાંજે પવન ધીમો પડશે. રાતે પવનની ગતિ ફરી વધશે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે આકાશમાં વાદળો છવાયેલા રહેશે.


8 શહેરોમાં લુઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી ઓછું 
રાજ્યમાં હાલ ઠંડીનુ જોર યથાવત રહ્યું છે. 8 શહેરોમાં લુઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. 8.1 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. જ્યારે ગાંધીનગર 10.5, ડિસા 10.6, ભૂજ 11.2 અને વડોદરા 11.6 ડિગ્રી, અમદાવાદ 12.1 ડિગ્રી, રાજકોટ 12.5 ડિગ્રી અને અમરેલી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પરંતુ આગામી સમયમાં હવામાન વિભાગે એક ખુશખબર આપ્યા છે. આગામી થોડાક જ દિવસોમાં હાડ ગાળતી ઠંડીથી રાજ્યના લોકોને રાહત મળશે. 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીમાં નોંધનીય ઘટાડો થશે. મહત્તમ તાપમાનમાં પણ 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. 2 દિવસ બાદ પવનની ગતિમાં પણ ઘટાડો થશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી વધારો થવાની સંભાવના, જેથી ઠંડી ઓછી થશે. હિમાલય તરફ પવનની ગતિ બદલાતા પુનઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. વાતાવરણમાં ભેજ વધતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.


ઝટકો લાગશે: 1.40 કરોડ ગુજરાતીઓનું નવું વર્ષ બગડશે, 8,400 કરોડનો આવી રહ્યો છે બોજ


ગિરનાર પર્વત પર પ્રતિ કલાક 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો
રાજ્યમાં આજે ગિરનાર પર્વત પર પ્રતિ કલાક 100 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા મજબૂર થઇ રહ્યા છે. આજે આખો દિવસ રોપ વે સેવા બંધ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી શકે છે.


ગિરનાર પર્વત પર આજ સવારથી જ પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માતાના દર્શને આવેલા લોકોને ભારે પવનના કારણે પગથિયાં ચડવા મજબૂર બન્યા છે. ત્યાં ચાલતો રોપ વે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જો પવનની ગતિ નરમ પડશે તો જ રોપ વે શરૂ કરવામાં આવશે. પરંતુ આજે રોપ વે શરૂ થાય તેવી શક્યતાઓ ઓછી દેખાઇ રહી છે.