ગુજરાતની અનોખી જગ્યા, જ્યાં રહેતા લોકો દેખાય છે આફ્રિકા જેવા, પરંતુ બોલે છે ગુજરાતી
junagadh siddi adivasi : ગુજરાતમાં એક એવી જગ્યા છે જ્યાં અસદ આફ્રિકી લોકો જોવા મળશે. કદ-કાઠી, રંગ-રૂપમાં બધા લોકો દેખાવમાં આફ્રિકામાં રહેતા લોકો જેવા દેખાશે. આ લોકો પણ ગુજરાતી ભાષા બોલે છે
Siddi tribe : ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, અહી દર 100 કિલોમીટર પર તમને અલગ માહોલ, અલગ ખાણીપીણી, અલગ ભાષા, અલગ બોલી અને લહેંકો જોવા મળશે. એટલે જ કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલાય. અલગ અલગ ધર્મોમાં માનનારા લોકો અને સમુદાય પણ મળી જશે. જે એકબીજાથી સાવ અલગ હોય છે, છતા સાથે રહે છે. જો તમે ગુજરાતથી સારી રીતે પરિચિત હોવ તો ગીરના સીદી સમુદાયના લોકો સો ટકા તમને વિચારતા કરી દેશે. અહી આવીને તમને એવુ લાગશે જાણે તમે આફ્રિકામાં આવી ગયા હોવ. આ જગ્યા જોઈને તમને ગુજરાત પર ગર્વ થશે.
ગુજરાતમાં એક એવી જગ્યા છે જ્યાં અસદ આફ્રિકી લોકો જોવા મળશે. કદ-કાઠી, રંગ-રૂપમાં બધા લોકો દેખાવમાં આફ્રિકામાં રહેતા લોકો જેવા દેખાશે. આ લોકો પણ ગુજરાતી ભાષા બોલે છે. ગુજરાતના જાંબુર ગામને મિની આફ્રિકા કહેવાય છે. આ તમામ લોકો આફ્રિકન મૂળના છે. આ સમુદાયના કેટલાક લોકો કર્ણાટકમાં પણ રહે છે. આ લોકો હવે ગુજરાતીઓમાં જ ભળી ગયા છે.
સુરતમાં હીરા શોધવા લોકોની પડાપડી, એક વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા
આફ્રિકન લોકો સાથે મળે છે સુરત
રિપોર્ટ અનુસાર, આ સમુદાયના લોકોને 7 મી સદીમાં અરબ આક્રમણકારી પોતાના ગુલામ બનાવીને લાવ્યા હતા. કેટલાક વેપારી અને નાવિક તરીકે ભારતના પશ્ચિમી તટ સુધી આવી ગયા હતા.આ લોકો ભારત આવીને બસી ગયા હતા, અહી તેમનો પરિવાર વધતો ગયો. સીદ્દી સમાજના લોકો હવે જે રહી ગયા છે, તેઓ પોતાના આફ્રિકન માનતા નથી, તેઓ પૂરી રીતે ભારતીય રહ્યાં છે. કારણ કે તેઓ સદીઓથી અહી રહે છે. આફ્રિકા વિશે તેઓને કંઈ જ ખબર નથી. તેઓ ગુજરાતી જ બોલે છે. તેમને જોઈને લોકો ચોંકી જાય છે.
પોલીસ કર્મીનો પુત્ર ડ્રગ્સ સપ્લાયર નીકળ્યો, સ્નેપચેટ પરથી ઓનલાઈન ગાંજો મંગાવતો
સમુદાયમાં થાય છે લગ્ન
માનવામાં આવે છે કે, આ લોકો બંટુ જનજાતિના વંશજ છે. કેટલાક રિપોર્ટ અનુસાર, દાવો કરવામાં આવ્યો છે કે, પોર્ટુગલ લોકો તેમને ગુલામ બનાવીને ભારત લાવ્યા હતા. સીદ્દી નામ અરબી શબ્દ સૈય્યદ-સૈયદથી આવ્યો છે, જેનો અર્થ માસ્ટર એટલે સ્વામી થાય છે. આ લોકો પોતાના સમુદાયમાં જ લગ્ન કરે છે. આ કારણે તેમને જિન્સ સમુદાયના અંદર જ કાયમ રહે છે. આ જ કારણે તેમનો લુક આજે પણ આફ્રિકન લોકો જેવો છે.
અંબાજીમાં કોમી એકતા જોવા મળી, મુસ્લિમ બિરાદરો કરી રહ્યા છે મા અંબાના ભક્તોની સેવા