સુરતમાં હીરા શોધવા લોકોની પડાપડી, એક વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા
Surat News ચેતન પટેલ/સુરત : સુરતના મીની બજારના રસ્તા પરથી હીરા શોધવા લોકોની પડાપડી... હીરાના વેપારીએ રસ્તા પર હીરા ફેંકી દીધાની વાત વહેતી થતાં લોકો રસ્તા પર હીરા શોધવા બેસી ગયા...
સુરતના મિની બજારમાં અજીબોગરીબ ઘટના બની હતી. રસ્તા પર હીરા નીચે પડેલા જોવા મળતા તેને શોધવા લોકોની પડાપડી થઈ હતી. રસ્તા પર મોટી સંખ્યામાં લોકો હીરા શોધવામાં જોડાયા હતા. એક હીરા વેપારી દ્વારા રસ્તા પર હીરા ફેંકી દેવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.
એવી ચર્ચા છે કે, મંદીના આક્રોશ આવી ગયેલા એક વેપારીએ રસ્તા પર હીરા ફેંક્યા હતા. આ હીરા કોણ ફેંકી ગયુ તે હજી સામે આવ્યુ નથી. પરંતું મોટી સંખ્યામાં લોકો હીરા શોધવા ઉમટ્યા હતા. તો કેટલાક લોકોને હીરા મળ્યા પણ હતા.
આ વાત વાયુવેગે ફેલાઈ હતી. જેથી લોકો કામધંધો છોડીને હીરા શોધતા નજરે ચઢ્યા હતા. રોડ રસ્તા સાફ કરી હીરા શોધવા જોડાયા. લેબગ્રોન અથવા અમેરિકન હીરા હોવાનું સ્થાનિકોનુ અનુમાન છે.
Trending Photos