University of Kerala: ગુજરાતના કચ્છ જિલ્લાના જૂના ખટિયા ગામની બહારના વિસ્તારમાં ખોદકામ દરમિયાન 500 કબરવાળા એક સામૂહિક કબ્રસ્તાન વિશે ખબર પડી હતી. આ ખોદકામ 2018-19 માં કેરલ યૂનિવર્સિટી અને કચ્છ યૂનિવર્સિટીના પુરતત્વવિદોએ સાથે મળીને કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કબરો આખરે કોની છે


ત્યાર સવાલ એ હતો કે આ કબરો આખરે કોની છે? શું આસપાસના કોઇ મોટી માનવ વસ્તીનું કબ્રસ્તાન હતું કે પછી બીજું કંઇ? પુરાતાત્વિકની ટીમ સતત ત્યારથી આસપાસના વિસ્તારોમાં વસ્તીઓના અવશેષ શોધી રહી છે. હવે આ પુરાતત્વવિદોને એક મોટી સફળતા મળી છે. તેમણે એક નવો પુરાવો મળ્યો છે. આ સ્પેશિયલ સ્ટોરીમાં અમે તમને આ નવી શોધ વિશે વિસ્તારપૂર્વક જણાવીશું. 


ભવિષ્યવાણી!!! આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ!


જૂના ખટિયામાં પુરાતાત્વિક ખોદકામાં શું ખબર પડી
ગુજરાતના કચ્છ શહેરમાં પુરાતાત્વિક ખોદકામથી 5200 વર્ષ જૂની હડપ્પાકાલીન વસ્તીની ખબર પડી છે. પડતા બેટ નામના સ્થાનિક ટેકરા પરથી ખોદકામમાં તેમને એક કંકાલ, માટીના વાસણો અને કેટલાક જાનવરોના હાડકાં મળ્યા હતા. આ બધા સૂચવે છે કે જુના ખાટિયાના કબ્રસ્તાનથી લગભગ 1.5 કિમી દૂર 5200 વર્ષ જૂની હડપ્પન વસાહત હતી.


વર્ષમાં 436 રૂ. આપીને તમારા પરિવારને મળશે 2 લાખ રૂપિયા, તમારે માટે જરૂરી છે આ યોજના
Lift Safety Tips: લિફ્ટમાં ફસાઇ ગયા છો તો તાત્કાલિક કરો આ કામ, પેનિક થશો તો ગુમાવશો પડશે જીવ


આ અનેક વસાહતો પૈકીની એક હતી જેનું કબ્રસ્તાન જુના ખટિયા હતું


કેરળ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને પ્રોજેક્ટના સહ-નિર્દેશક રાજેશ એસવીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, 'પડતા-બેટની ટેકરી જુના ખટિયા ખાતે મળેલા હાડપિંજર (કબ્રસ્તાન) સાથે સંકળાયેલી જગ્યા હોઈ શકે છે. .હાલમાં જાણવા મળે છે કે આ અનેક વસાહતો પૈકીની એક હતી જેનું કબ્રસ્તાન જુના ખટિયા હતું. પડતા-બેટના ચાર હેક્ટર વિસ્તારમાં ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને બે મુખ્ય જગ્યાઓ મળી. સંશોધકોનું માનવું છે કે કદાચ જ્યારે કોઈ વિસ્તારની વસ્તી વધી હશે ત્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ ગયા હશે. એવું પણ શક્ય છે કે લોકોએ અલગ-અલગ સમયે રહેવા માટે અલગ-અલગ વિસ્તાર પસંદ કર્યા હશે.


Watch: 23 વર્ષના પોરિયાએ IPL માં ધાતક પરર્ફોમન્સથી મચાવી ધમાલ, પિતાને આપી ક્રેડિટ
આચાર સંહિતામાં વોટર કાર્ડ બનવવાની રીત, લોકસભા ચૂંટણીમાં કેવી રીતે બનશો વોટર?


ક્યારથી ક્યાં સુધી રહ્યા હડપ્પાકાલીન લોકો
રાજેશ એસવીએ ધ હિંદુને જણાવ્યું હતું કે, "આ સ્થળો પર મળી આવેલ માટીના વાસણો, પ્રાણીઓના હાડકાં અને અન્ય વસ્તુઓની વિપુલતા દર્શાવે છે કે હડપ્પન લોકો આ વિસ્તારમાં લગભગ 3200 બીસીથી 1700 બીસી સુધી રહેતા હતા, એટલે કે પ્રારંભિક હડપ્પા કાળથી લઇને પછીના હડપ્પા કાળ સુધી રહે છે. મળી આવેલ માટીકામ એ પણ દર્શાવે છે કે પ્રારંભિક હડપ્પન, અદ્યતન હડપ્પન અને અંતમાં હડપ્પન સમયગાળાના વાસણો ત્યાં મળી આવ્યા છે." જો કે ઘણા તૂટેલા વાસણો અન્યત્ર જોવા મળતા હડપ્પન પોટ્સ જેવા હોય છે, પરંતુ ઘણા સંપૂર્ણપણે અલગ દેખાય છે. આ કદાચ આ વિસ્તારની એક વિશેષ પદ્ધતિ હોઈ શકે છે, જે હડપ્પન સંસ્કૃતિના વાસણો બનાવવાની અન્ય ઓળખાયેલી પદ્ધતિથી અલગ છે. આ વાસણોમાં મોટા ભંડાર કરવાના જારથી માંડીને નાની કટોરીઓ અને થાળીઓ સામેલ છે. 


વારંવાર આવતી હિચકીથી પરેશાન છો? આ ઘરેલૂ ઉપાયથી મળી શકે છે રાહત
ખર્ચ 1500 કરોડ, એફિલ ટાવર કરતાં 35 મીટર ઉંચો; દુનિયાના સૌથી ઉંચા રેલવે પુલ પર ક્યારથી દોડશે ટ્રેન?


હડપ્પાકાલીન વસ્તીમાં શું-શું વસ્તીઓ ઉપયોગ કરતા હતા લોકો
ખોદકામમાં મળેલી વસ્તુઓમાં કિંમતી પથ્થરોમાંથી બનાવેલ માળા, ટેરાકોટા સ્પિન્ડલ વોર્લ (દોરા કાંતવાનું સાધન), તાંબુ, પથ્થરનાં સાધનો, પીસવાના પથ્થરો અને હથોડીઓ મળી આવી હતી. પશુઓના હાડકાં પણ મળી આવ્યા છે, જે કદાચ ગાય, ઘેટાં કે બકરીનાં છે. આ ઉપરાંત ખાદ્ય છીપના ટુકડા પણ મળી આવ્યા છે. આ બધા સૂચવે છે કે હડપ્પાની વસાહતોમાં રહેતા લોકો પ્રાણીઓને પાળતા હતા અને છીપ જેવા જળચર જીવોને ખાતા હતા. જો કે, વૃક્ષો અને છોડના ઉપયોગને વધુ સારી રીતે સમજવા માટે, ત્યાંથી કેટલાક નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે.


પડતા-બેટમાં શું છે ખાસ?
કેરળ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વડા અને પડતા-બેટના ખોદકામનું નેતૃત્વ કરનાર પ્રોફેસર અભયન જી.એસ. કહે છે કે આ સ્થળ એક ટેકરીની ટોચ પર છે. તેથી અહીંની જમીનનું માળખું અસ્થિર છે અને તેના કારણે સમયાંતરે ઘણા બાંધકામો નાશ પામ્યા હશે.


Smallest AC: દુનિયાનું સૌથી નાનું Window AC! ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ફેંકશે ગરમ હવા 
Interest Rate: PPF માં પૈસા રોકનારાઓને જલસા, 2.69 લાખ રૂપિયાનો એકસ્ટ્રા ફાયદો...!


'અગાઉની હડપ્પન વસાહતો મળી આવી હતી અથવા ખોદવામાં આવી હતી તે મોટે ભાગે સપાટ મેદાનોમાં મળી આવી હતી, જ્યારે આ હડપ્પન વસાહતો એક ટેકરીની ટોચ પર મળી આવી છે. પડદા-બેટનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીંથી આસપાસની ટેકરીઓથી બનેલી ખીણનો આખો નજારો દેખાય છે. વળી, ટેકરી પાસે વહેતી નાની નદી એ સમયે આ વસાહતના લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની શકે.


આ યુનિઓએ કર્યું સંશોધન


કેરળ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટી ઉપરાંત અન્ય ઘણી સંસ્થાઓ પણ આ સંશોધનમાં સાથે મળીને કામ કરી રહી છે. આમાં કતલાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ આર્કિયોલોજી (સ્પેન), સ્પેનિશ નેશનલ રિસર્ચ કાઉન્સિલ (સ્પેન), યુનિવર્સિટી ઓફ લા લગુના (સ્પેન), એલ્બિયન કોલેજ અને ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી (યુનાઇટેડ સ્ટેટ્સ), ડેક્કન કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (પુણે)નો સમાવેશ થાય છે. , KSKV કચ્છ યુનિવર્સિટી (ગુજરાત), કર્ણાટકની સેન્ટ્રલ યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે.